________________
(અનેરો લાભ ઝગમગતા દીવડા જેવો લાવી રહ્યો છે જે સાચી પ્રીતડી બતાવે છે.
૩. શ્રીસંભવનાથસ્વામીનું સ્તવન
સંભવ જિનવ વિનંતિ પ્રભુભક્તિમાં રંગાયેલા એવા શ્રી મહોપાધ્યાય મહારાજ સાહેબ કહી રહ્યા છે કે “વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે.” તારી ભક્તિનું ફળ શું છે તેની મને ખબર નથી પણ તે સંભવપ્રભુ ! હું તો ઉત્તમ વસ્તુની માગણી કરું છું. તે જે આપશો તો જ મારે જોઈએ છે. તે હું તારી પાસે બીજું કાંઈ માગું કે તેની હું યાચના કરવાનો નથી. હું કંઈ ભિખારી નથી કે બીજું માગું, પરંતુ હું તારો દાસ થઈને જે માગું છું તે કઈ ઉત્તમ વસ્તુ છે ! તે છે પરમાત્મભાવ. જ્યારે મારો અને તમારા વચ્ચેનો અંતરનો પડદો નાશ પામશે ત્યારે હું પણ તારા જેવો થઈશ, પરમાત્મા બનીશ. તે માટે હું સમ્યકત્વની શુદ્ધિ માગું છું. જેમ મૂળને વફાદાર રહેનાર વૃક્ષને ફળની ચિંતા કરવી પડતી નથી તેમ સમ્યફશીલ આત્માને મોક્ષરૂપી સુફળ માટે ચિંતા રહેતી નથી. સેવકભાવે મારે તને ભજવાનો છે અને બધા જ સંકલ્પ-વિકલ્પોને ત્યજી દઈને હું તારા ભાવમાં રમવા માગું છું. ધર્મોપદેશ દેતી વખતે તારી વાણી વિશ્વના બગીચાને ભવ્ય જનોથી શોભાયમાન કરવા સિંચવા માટેની નહેર સમાન બની જાય છે તેથી આવા શુદ્ધ પાણીના પ્રવાહને ગ્રહણ કરીને મારો આત્મારૂપી બગીચો હું નિર્મળ બનાવું છું. આગળ તેઓ કહે છે, “હે સંભવનાથપ્રભુ તું ગુણનો જ્ઞાતા છે. મારી નાની શી અરજ સાંભળ, તારી ભક્તિ-સેવા ચાકરીમાં કોઈ ખામી રાખતો નથી. તો તેનું ફળ મને ક્યારે આપશો? હવે મને અધીરાઈ આવી રહી છે. સંસારના અનંત કાળના પરિભ્રમણથી કંટાળી ગયો છું માટે હું ફળ માગી રહ્યો છું. કયું ફળ માગી રહ્યો છું, મારે કયું ફળ જોઈએ છે તે પર તો આપ ધ્યાન આપતા જ નથી. હું દિવસ અને રાત બે હાથ જોડીને આપના ધ્યાનમાં – પરમાત્મભાવવાળા ધ્યાનમાં ઊભો છું, પરંતુ આ વસ્તુ ધ્યાન ઉપર નથી લેતા તે કેવું? મારે તમને શું કહેવું? મારો વિચાર, મારું મન, મારું ચિંતનમનન
પક્ષોભતી | ૨૩૦