________________
દાસ છું. ઘણી મહામહેનતે જે સમક્તિને આવનારાં કર્મોને તારી ભક્તિ વડે દૂર કર્યા છે. તો એ સમ્યકત્વથી ભ્રષ્ટ ન થાઉં એવી કૃપા સેવક પર કરજો. કારણ સાચો સમ્યફ સદા નિજાનંદમાં રહીને કર્મની નિર્જરા કરતો મોક્ષ પામે છે. હવે તે પામવા પહેલાં પ્રભુની મૂર્તિનાં દર્શન કર્યા તે સાક્ષાત્ મોહનવેલડી જેવી છે, શેરડીના મીઠા રસ જેવી છે જેના આસ્વાદથી મારો આત્મા સંતપ્ત થયો છે. જિન આગમ અને જિનપ્રતિમા છલકાતી નદીની જેમ છલકાઈ ગયેલી છે તે ભક્તિ. આ ભક્તિ વડે સૌ આત્મા રસબોળ થઈને મહાલે છે. જેમ મોરને જોતાં સર્પો દૂર ભાગી જાય છે તેમ જિનદર્શન કરતાં કર્મોરૂપી સર્પોમાં ભયની ધ્રુજારી આવે છે અને ચૈતન્યશક્તિ જોરમાં આવે છે. આ રસરૂપી જિનવાણી વૈરાગ્યજનક છે, સંસારતારક છે. તને મળવાથી તારા સ્વભાવના રૂપને જાણી ગયો, અભેદ ભાવે તારી સાથે મળી ગયો. તને મળવાથી મારા હાથમાં મહાકાંત મણિ આવ્યો છે, કલ્પવૃક્ષ મળ્યું, ફળ્યું એમ માનું છું. હું તને પામ્યો તો મારો જન્મ સફળ થયો તેમ માનું છું, નહિતર સંસારમાં પરિભ્રમણ કરતો અનંત દુઃખોને સહન કરતો દુર્ગતિમાં જ ભમતો હોત. દિલમાં સમ્યક્ત રૂપી દીવડો પ્રગટ્યો છે. આત્મબુદ્ધિ આવી છે. ભક્તની આંખે ભગવાનને જોતા થવામાં જીવનની સફળતા છે અને મોક્ષનું સર્જન છે. હે પ્રભુ ! આપ મળ્યા એટલે મારા પુણ્યના અંકુરો પ્રગટ થઈ ખીલવા લાગ્યા, બધા જ દાવ સીધા પડ્યા, મારે તો અમૃતરસના મેઘ વરસ્યા. જેમ ત્રિશલામાતા મહાવીરને-બાળ વર્ધમાનને પારણામાં ઝુલાવ્યા ત્યારે અમૃત દૂધે મેહુલા, એમ દીપ વિજય કહે છે તેમ મારા શુભ દિવસો ઉદયમાં આવ્યા, તેમ મારો આત્મા માને છે. એવા સાચા જિનભક્તની આ વાણીનાં પવિત્ર પાણી આત્માને પાવન કરે છે. જેને ગમતી વ્યક્તિ મળે અને જે આનંદ થાય તેવો આનંદ મને થયો છે. ભૂખ્યાને ઘેબર, તરસ્યાને પાણી મળે, થાકેલાને પાલખી કે બેસવાનું સાધન મળે, તેમ મને તું મળ્યો એટલે બધું જ મળ્યું એટલો આનંદ થયો છે. જ્યારે પ્રભુનું મિલન-દર્શન થાય છે ત્યારે આત્મામાં રહેલી ચેતનશક્તિ જાગે છે, ત્યારે ચિ-દર્શન થતાં આત્માના મૂળ સ્વરૂપનું દર્શન થાય છે, ત્યારે આનંદની સીમા રહેતી નથી. આ દર્શન થતાં અંધારી રાતે દીવાનો પ્રકાશ મળે, જંગલમાં ઘર મળે, નદીના પૂરના પાણીમાં જેમ હોડી મળે, રણભૂમિમાં આંબો મળે તેમ કળિયુગમાં, મને તારું દર્શન મળે છે, તે દર્શન સમ્યકત્વ દર્શન મળે છે, તેમ કહે છે. સમ્યકત્વ દર્શન એ જેમ સુપાત્રને દાન કરતાં કોઈને મળે તેમ આ દર્શનની પ્રાપ્તિ પછી જ
પણોભારતી ઘ ૨૨૨
-