________________
( કરવામાં આવી છે માટે હું તે જ જિનભક્તિ ગ્રહણ કરીશ. મારા વહાલા, જગતના વહાલા એવા “ઋષભ જિનંદા પરમાનંદા.”
૨. શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન
અજિત નિણંદશું પ્રીતડી મહોપાધ્યાય રચિત બીજા અજિતનાથ સ્વામીના સ્તવનમાં “વાચક યશ | હો નિત-નિત ગુણ ગાયકે”- હું તારા ગુણ નિત નિત ગાઈશ. તું કેવો છે? તારું સ્વરૂપ શું છે? તે જાણવા હું દિનરાત મથતો રહીશ, તારામાં હું ખોવાઈ જઈશ. આત્માના અનંત પ્રદેશોમાં હું તને ઢંઢોળીશ. તું તો જિતાયેલો છે. તેં તો કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે. તું તો ભય-રહિત છે. પાપ-રહિત, કર્મ-રહિત, રોગ-રહિત અને કોઈથી પણ પરાભવ ન પામેલા એવા દેવાધિદેવ તને હું મનવચન કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરું છું. મારું મન તારી સાથે હળ્યું છે. પ્રભુ ! તારી સાથે પ્રીતડીથી બંધાઈ ગયો છું અને હવે તારો સંગ મને થઈ ગયો છે તો મારે બીજાનો સંગ શા માટે કરવો ? બીજા પદાર્થો સાથેનો મારા આત્માનો સંગ તો સંસારમાં ભમાવે છે. બીજની સોબત મને ગમતી નથી. કાંટાળા આ સંસારની ભવભ્રમણની ઘટમાળ છોડીને મને અગણિત ગુણોથી મહેકતા બગીચામાં રહેલા પ્રભુમાં વાસ કરવો છે. માલતી, કમળ, મોગરા, ગુલાબ જેવાં ફૂલોમાં જે મોહે છે તે બાવળની પાસે શા માટે જાય? પ્રભુ જ મારી પ્રીતિના સાચા પાત્ર છે, મારા આત્માના સ્વામી છે. તેથી હું પણ પ્રભુ સાથે જ પ્રીત બાંધીશ. હવે ઉપાધ્યાયજી મ. પ્રભુના ધ્યાનમાં આગળ વધે છે અને કહે છે, “આત્મા એ રાજહંસ છે તે ગંગાના નિર્મળ જળમાં રહે છે. જ્ઞાન, દર્શન ચારિત્ર્યરૂપી સરોવરમાં રહેનારા આત્માને ગંધાતા એવા સંસારના ભ્રમણમાં શાને ગમે? રાજહંસ તો મોતીનો ચારો ચરનારો છે. તે સરોવરમાં જ રહે છે. ચાતક પંખી પણ સરોવરનું પાણી છોડીને મેઘનું જળ જ ગ્રહણ કરે છે. ચકોરી, અને ચાંદને પ્રીત જેવી હોય છે, તેવી પ્રીત પ્રભુ! તારી અને મારી છે. ગંગાનું નીર નિર્મળ ગણાય છે. તેમ તારું જીવન સર્વ મળરહિત નિર્મળ હોય છે. ચાતક
પક્ષોભારતી g ૨૧૮ એ