________________
વાણી અત્યંત રસ પેદા કરનારી છે. તારી માલકૌશ રાગમાં ખળખળ ઝરણાં જેમ વહેતી પાંત્રીસ ગુણયુક્ત એવી વાણીના રસમાં હું નાહી રહ્યો છું. એ દિવ્ય વાણી મારા જેવા અધમ આત્માને પણ પૂર્ણતાના શિખરે પહોંચાડવાને પૂર્ણ રૂપે સમર્થ છે, મારા જેવા નઠોર હૃદયને પાણી પાણી કરાવનાર વાત્સલ્યથી ભરપૂર છે. તારી આવી શેરડી જેવી મધુર વાણી દ્વારા મારા કષાયોનો નાશ કરવામાં શક્તિશાળી તું જ છે. એ વાણી માની વાણી છે. તે ત્યાં ને હું અહીં છું પરંતુ મારી નજર તારી (માતાની સામે) સામે અને તારી નજર (માતાની નજર) મારી ઉપર છે. તારા આવા મધુરા શબ્દોનું ગુંજન આજ સુધી મારા અંતરમાં થયા કરે છે. ત્યાંથી આગળ વધીને હું તારા ૧૦૦૮ ઉત્તમ લક્ષણોથી શોભી રહેલા દિવ્ય દેહનું દર્શન કરવા લાગ્યો છું. અનેક પ્રકારની શુભ રેખાઓ તો બહારનાં લક્ષણો છે, પરંતુ તારાં આંતરિક લક્ષણોનો તો પાર જ નથી. તારા દેહનાં દર્શન કરીને હું તેજોમય પુંજ બની ગયો છું. કારણ તું મને એવો મીઠડો પ્યારો લાગે છે કે બસ તને જોયા જ કરું. કારણ માને જોઈને કોણ ના હરખાય? આવા તારા દેહને ઘડવામાં પણ કોનો ફાળો હશે? ઈન્દ્ર, ચંદ્ર, સૂર્ય, મેરુગિરિના ગુણો લઈને તારો દેહ ઘડવામાં આવ્યો હોય એવો દીપે છે. પણ આવું ઉત્કૃષ્ટ ભાગ્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે, એ જ આશ્ચર્ય છે. કારણ તું જગજીવન છે, દરેકનો આધાર છે. તને તો ઈન્દ્રો, ચંદ્ર, સૂર્ય વગેરે પૂજે છે તો એ આશ્ચર્ય ન કહેવાય. પરંતુ તેં તો “સવી જીવ કરું શાસનરસી” એવી ભાવના ભાવીને તારા ભાગ્યનું નિર્માણ કર્યું છે, એટલે કે તારા ગુણો તારા જ છે, એમ મહોપાધ્યાયજી કહી રહ્યા છે. તારી ભક્તિના આધારે રહેવામાં કોઈ ચિંતા જ હોતી નથી. પ્રકાશ સામે અંધકાર ટકી શકતો નથી, તેમ તારી ભક્તિ કરનારના જીવનમાં પાપકર્મોને દેશવટો મળે છે. અને આવા પરમ ભાગ્યવાન એવા ભગવાનને ભજનારા પણ ભાગ્યશાળી છે. અનંત ગુણોના ભંડાર એવા પ્રભુએ ગુણો ભેગા કર્યા છે અને અઢાર દોષો દૂર કર્યા છે. આમ આ દોષો દૂર થતાં આભાની અંદર જ્યારે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એવા ગુણો ભેગા થાય છે ત્યારે તું જગતને દર્શન કરાવનારો અને તારનારો થાય છે. પ્રભુ તારા આલંબનથી આત્માનાં જે સુખ પ્રગટે છે તે નિર્દોષ સચિદાનંદમય સ્વરૂપનું સુખ પ્રગટે છે. આવું સુખ મેળવવા હું તારાં સ્તવન, વંદના, કીર્તન કરીશ. કારણ આત્મિક સુખ સિવાયનાં બીજાં ભૌતિક સુખો કાયમ ટકતાં નથી અને વિવેકી આત્માને તેમાં રસ પણ નથી પડતો. છેલ્લી કડીના છેલ્લા ચરણમાં આ વાત વ્યક્ત
( ચોવીસ સ્તવનો 1 ૨૧૦ છે