________________
ઉપાધ્યાય યશોવિજયજીનાં ચોવીસ સ્તવનો
શાહ પીયૂષ્કુમાર શાંતિલાલ
0
श्री धर्माय नमः श्री महावीराय नमः श्री गुरुदेवाय नमः [પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ત્રિશતાબ્દી ઉજવણી વર્ષ નિમિત્તે. પૂજ્ય ઉપાધ્યાય મ. શ્રીએ રચેલ ‘જગજીવન જગ વાલ હો’ થી ‘ગિરૂઆરે ગુણ તુમ તણા.' એમ કુલ ચોવીસ સ્તવનો ઉપરની સ્પર્ધામાં પારિતોષિકવિજેતા નિબંધ.]
પ્રસ્તાવના
અનંત અનંત ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતોને હૃદયપૂર્વક નમસ્કાર કરી આ જ્ઞાનસભર એવી સ્પર્ધામાં પૂજ્ય યશોવિજયજી મ. કૃત ચોવીશી અંગે હું મારા ભાવો, વિચારો અને આત્મદ્રવ્યના દિવ્ય તેજ દ્વારા યત્કિંચિત્ વિચારો વ્યક્ત કરીશ. આ વિચારો મારા છમચ્છપણાના હોઈ કોઈ ભૂલ આવી જાય તો તે અંગે સૌપ્રથમ ક્ષમા માગી – ક્ષમા આપી હૃદયની ભાવના વ્યક્ત કરીશ. આ ચોવીશી એ શાસન-પ્રેમનું સર્જન છે, જિનભક્તિ, શાસનભક્તિનો આવિષ્કાર છે. આના દ્વારા આજના ભૌતિક જમાનામાં પ્રજા જે ખોટા માર્ગે ઘસડાઈ ગઈ છે, જઈ રહી છે, તેવા આજના વાતાવરણમાંથી મુક્ત થવાનો, ભક્તિમાર્ગમાં જવાનો માર્ગ બતાવી રહી છે.
પૂજ્ય મહોપાધ્યાયજી લગભગ ૩૦૦વર્ષ પૂર્વે થયેલા છે. પ્રજા તે જમાનાના ગુલામી માનસમાં જકડાયેલી હતી. તેમાંથી તેને બહાર લાવી મુક્ત કરી પ્રજાના માનસમાં તેઓ ભક્તિયોગદ્વારા વીતરાગ દશા કેમ મળે તેની દિવાદાંડી જેવા પ્રકાશમય વાતાવરણમાં લઈ જનારાં એવાં આ ચોવીસ સ્તવનોની રચના કરી ગયા છે. આપણે તેમના આ ઉપકારને ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. પૂર્ણ ખીલેલા શરદઋતુના ચંદ્રમા જેવી એમની કીર્તિ અપાવનાર ચોવીશીનું ચિત્ર યથાશક્તિ આલેખવા અમારો પ્રયત્ન છે. આ માટે તેમનું પ્રથમ નામ લઈને દરેક સ્તવનનું અમૃતપાન કરવાનો લહાવો લઈએ. આ અમૃતપાન થયા પછી આપણો મોક્ષનો માર્ગ સરળ અને શાંતિપૂર્ણ બનશે. તેમના છેલ્લા ચરણની
ચોવીસ સ્તવનો 7 ૨૧૫