________________
વ્યક્તિએ વચન અને કર્મની એકતા રાખવી જોઈએ. આપણે જે કહીએ તે જ કરીએ તેમાં જ સ્થિર થઈએ. આનાથી આપણી અબોધતા કે અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાનનું સાચું સ્વરૂપ પ્રગટે છે. આ જાણવા છતાં કે ઇન્દ્રિયભોગમાં આ ચેતનનું કોઈ હિત સધાતું નથી, છતાં મોહના અંધકારમાં આ જીવ આંધળો બની તેમાં જ રચ્યો-પચ્યો રહે છે.
અહીં કવિ સંસારમાં ભમતા જીવને અંધકારમાં અથડાતા આંધળા જેવો દર્શાવે છે. જ્ઞાન પણ ત્યારે જ ગ્રાહ્ય બની શકે, જ્યારે જ્ઞાનવરણી કર્મનો ક્ષય થાય અને શુભ યોગ આવે. માટે જ આચાર્ય કહે છે કે જેને શુભ યોગ પ્રાપ્ત નથી તેને ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી. જ્યારે આ જીવ સ્વયંનો સ્વયં ઉપદેશક બની જાય, ત્યારે જ નિશ્ચયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંસાર અને દેહ નિરંતર ક્ષય થનાર પદાર્થ છે. જેવી રીતે આકાશમાં વાદળ ઘેરાય અને વિખરાઈ જાય, જેવી રીતે કપૂર ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે, તેવી રીતે જ આ દેહ પણ નશ્વર છે. જેઓ બુધ્ધિશાળી (જ્ઞાની) છે તેઓ દેહને પરિણતિ માનતા નથી. શરીર ભલે નષ્ટ થઈ જાય, પણ ચેતન તો અચળ છે – અવિનાશી છે. જ્ઞાની તેમાં જ પોતાનું મન પરોવે છે. જેનું ચિત્ત સંસારની ચંચળતામાં હોતું નથી એટલે જેનું ચિત્ત પ્રતિક્ષણ સમતાયુક્ત છે તેને જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. આશા અને આકાંક્ષા તે સંસારસુખની વાસનાઓ જ છે. જેનામાં તેની તીવ્રતા છે, તે મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી અને સંસારમાં પણ સંતોષ મેળવી શકતો નથી. માણસમાં મન અને વચનની ચંચળતા નિરંતર જોવા મળે છે – તેથી તે આ સંસારચક્રમાં ભટકે છે, પરંતુ જેની સાથે જન કે સંસાર નથી હોતા તે મુનિ સાચા મિત્ર થઈ શકે છે. આત્મદર્શી, આત્મારૂપી મસ્તીમાં પણ તે પોતાને કેન્દ્રિત રાખે છે એટલે કે આત્મદર્શી જીવ આત્મરમણ કરતાં શુદ્ધ આત્માને જ તપસ્યાનું કેન્દ્ર બનાવે છે, જ્યારે અજ્ઞાની જીવ દુવિધામાં હોવાથી ઘર અને વનની મૂઝવણમાં જ મુંઝાયા કરે છે.
જે આ દેહથી પર છે તેઓ જ વિદેહપદના સ્વામી બની શક્યા છે. તાત્પર્ય કે જેમણે આ દેહનું મમત્વ ત્યજી દીધું છે, જે ચૈતન્યમાં લીન બન્યા છે તે સાધક જ સાધનામાં ઉચ્ચ વિકાસ સાધી શક્યો છે. મનુષ્યનો ઉત્કૃષ્ટ કે ઉત્તમ ગુરુ તેનો આત્મા જ છે - જે સ્વયંમાં સ્વયં પ્રગટ થઈ સિદ્ધ બનીને શિવપદ પ્રદાન કરાવે છે. માટે જ માણસનો સાચો ગુરુ આત્મજ્ઞાન સિવાય અન્ય કોઈ થઈ શકે નહીં. સાચો સાધક આત્મા કે નિજભાવમાં મગ્ન હોય છે. એટલે કે
યશોભારતી છુ ૧૯૦