________________
ત્યાગશો ત્યારે જ મુક્તિના માર્ગે અગ્રેસર થઈ શકાશે.
લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે લખાયેલ આ કૃતિ ભાષાની દષ્ટિએ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે આમાં જૂની ગુજરાતી ભાષાનું એક સ્વરૂપ છે, જેમાં રાજસ્થાનીનું પ્રાચર્ય છે. તે સમયે ગુજરાત અને રાજસ્થાનની સીમાઓ ભાષાની દષ્ટિએ લગભગ એક જ હતી. આ ભાષા પર હિન્દીનો પ્રભાવ પણ વિપુલ માત્રામાં પરિલક્ષિત છે. લગભગ તે સમયના બધા જ કવિઓએ આવી મિશ્રભાષાનો પ્રયોગ કર્યો છે જે જનતા માટે સરળ હોય - પ્રચલિત હોય. ભાષા પ્રાદેશિકતાથી વધુ જનભાષા કે લોકભાષાની વધુ નિકટ હતી. આને દેશજ ભાષા પણ કહી શકાય. તત્કાલીન ગુજરાતી કવિઓમાં દયારામ, અખો, મીરાં જેવા અનેક કવિઓની ભાષા આવી જ રાજસ્થાની મિશ્રિત ગુજરાતી છે. જેવી રીતે કબીર અને નાનક જેવા સંતો જે-જે પ્રદેશમાં ગયા અને પોતાના પદોમાં જે-તે પ્રદેશની પ્રચલિત ભાષાને ગ્રહણ કરતા ગયા તેવી જ રીતે આ સંતોએ પણ જનભાષામાં પોતાની વાત કરી છે. | ગુજરાતમાં તે સમયમાં જેટલા પણ જૈનમુનિ કે કવિ થયા તે સહુએ આ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ રાજસ્થાની મિશ્રિત ગુજરાતી ભાષાનો પ્રયોગ વધુ થયો છે. શ્રી હરીશ શુકલે પોતાના | મહાનિબંધમાં આ પુષ્ટ કર્યું છે કે આ કવિઓએ પોતાની આધ્યાત્મિક કાવ્યરચનાઓ તત્કાલીન હિન્દીમાં કરી છે. ડૉ. રામકુમાર ગુપ્ત વગેરે સંશોધકોએ ગુજરાતમાં સંતોએ કરેલી રચનાઓમાં આવી જ મિશ્રભાષાના પ્રયોગની વાત કરી છે. દયારામે તો અનેક ગ્રંથોની રચના પણ કરી છે.
જૈન મુનિઓએ આ રીતે ધર્મની જ નહિ, પણ ભાષાની પણ મહત્ સેવા કરી છે. આ ભાષાકીય એકતા દ્વારા દેશમાં વિશાળ ભૂ-ભાગને એકતાના સૂત્રમાં બાંધવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ સંત કવિઓનો ઉદ્દેશ્ય ભાષાચમત્કાર-પ્રદર્શન ન હતો, પણ વધુમાં વધુ જનસમુદાયમાં નૈતિકતા અને ધર્મપ્રચાર કરવાનો હતો.
સમાધિશતક'ની ભાષાના દરેક દુહામાં રાજસ્થાની ક્રિયા અને અનેક શબ્દો પ્રસ્તુત કરી શકાય છે. પોતાની વાત વધુ સ્પષ્ટ કરવા લોક-પ્રચલિત દાખલાઓ સરળ રીતે પ્રસ્તુત કર્યા છે. જેને લીધે અધ્યાત્મ જેવો શુષ્ક અને અધરો વિષય પણ સરળતાથી સમજી શકાય. પોતાની વાતને વધુ હૃદયંગમ બનાવવા ઉપમા, રૂપક, ઉદાહરણ, દષ્ટાંત જેવા અલંકારોનો સ્વાભાવિક રૂપે
પોભારતી u ૯૪