________________
૧૬
ફલાફલ વિષયક પ્રશ્નપત્ર
મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત તાપ તપૃષ્ઠી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગરનિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તો આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમેય અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદ્ યશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાયેલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય.
આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્ર બનાવેલાં છે અને તે દરેકમાં 5-5 કોષ્ટક મૂકેલાં છે. બધા મળીને ૨૪ કોષ્ટક થાય છે અને તે ૨૪ તીર્થંકરના નામથી અંકિત છે. દરેક તીર્થંકરના નામ ઉપ૨ ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પોતાને ઇષ્ટ જ્ઞાન, જરાક ઊંડાણથી મનન કરશે તો તે પોતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સ્ફોટ કરવાનું અમે ઇષ્ટ ગણ્યું નથી.
અહીં એ સમગ્ર પત્રનું ઉદ્ધરણ આપીએ છીએ –
॥ ॐ ह्रौं श्री अर्ह नमः ॥ एणि मंत्रई वार २१ स्थापना षडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ । जेह बोलनी पृच्छा करई तेह छकु जिहां थापना मूकइ तेहना तीर्थंकरनी फाटिं । पृछाना बोल गणतां जे तीर्थकरनई फाटिं मूंकइ । तेहनी ते ओली गणवी । पंडित श्री नयविजयगणिशिष्य गणि जसविजय लिखितं ॥ छ ॥
શોભારતી ૩ ૨૦૮