________________
સહજ શક્તિ અરુ ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે, ગુનપર્યાયદ્રવ્યનુ અપને, તો લય કોઉ લગાવે.”
જે ક્ષણવાર પણ સમતાભાવ આવી જાય તો યોગી પુરુષ એ પરમાત્માને સર્વ અંશથી જોઈ શકે છે. પણ જેનું મન ચારે તરફ દોડી રહ્યું હોય અને જે મમત્વભાવથી અંધ બનેલ હોય તે પરમાત્માને જોઈ શક્તો નથી. આત્માની સહજ સ્વાભાવિક શક્તિથી અને સુગુરુની ભક્તિથી જો ચિત્તમાં યોગમાર્ગને જાગૃત કરે તો પોતે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કોઈ અનેરી રીતે લય પામે છે, લયલીન થઈ જાય છે.
સાચા મુનિ, સાચા સાધુ અને સાચા ગુરુ કેવા હોવા જોઈએ તેની સરસ વ્યાખ્યા બાંધતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
“પવનકો કરે તોલ, ગગનકો કરે મોલ, રવિકો કરે હિંડોલ, ઐસો કોઉ નર રે? પથ્થર કો કાંતે સૂત, વંધ્યાકું પડવે પૂત, ઘટમેં બોલત ભૂત, વાકે કિન ઘર રે? બીજલીસે કરે બાહ, ધ્રુકું ચલાવે રાહ, ઉદધિમેં ઉડાવે દાહ, કરત ભરાભર રે, બડો દિન બડી રાત, વાકી કૌન માતતાત, ઈતની બનાવે બાત, જસ કહે મેરા ગુરુ રે.”
જે પવનનો તોલ કરી શકે, આકાશનું માપ કાઢી શકે, સૂર્યનો હિંડોળો કરે એવો કોણ માણસ છે? જે પથ્થરના દોરા કાંતે-બનાવે, જે ઘરની અંદર ભૂતને બોલાવે તેમનું ઘર ક્યાં છે? જે વીજળી સાથે વિવાહ કરે છે, ધ્રુવનો તારો જે નિશ્ચલ છે તેને રસ્તા પર ચલાવે, જે પાણીથી છલોછલ ભરેલો છે એવા સમુદ્રમાં દાહ લગાડે, જેનો દિવસ મોટો છે. જેની રાત્રી મોટી છે. તેમની માતા કોણ છે? તેમનો પિતા કોણ છે? આ પદના કર્તા શ્રી યશોવિજયજી કહે છે કે આટલી વાત જે બતાવે તે મારા ગુરુ છે, તે જ સાચા સાધુ છે, શ્રમણ છે.
દષ્ટિરાગથી દૂર રહેવાનો અનુરોધ કરતાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે
છે.
( સમૃત પઢાહિત્ય n ૧૧