________________
જ્યોં ગગને ચિત્રામ, એને પર નહિ યોગ કી રચના, જો નહિ મન પિલામ, ચિત્ત અંતર પરકે છલ ચિંતવી, કહાં જપત મુખ રામ.
જ્યાં સુધી મન પોતાના સ્થાનમાં - આત્મભાવમાં ન આવે, સ્થિરતા ન પામે ત્યાં સુધી સર્વ કષ્ટકારક ક્રિયાઓ નકામી છે. આકાશમાં ચિત્રામણ કરવા જેવી નકામી છે. જે મન શાંત હોય, સ્થિર ન હોય તો એનાથી શ્રેષ્ઠ યોગ - મોક્ષ સાધક યોગની રચના થતી નથી. મનની અંદર પારકાને ઠગવાના વિચારો ચિંતવી શા માટે મુખમાં રામના જાપ કરે છે? તું તારા મનને પવિત્ર કર. જ્યાં સુધી મન પવિત્ર નથી, સ્થિર નથી ત્યાં સુધી ઈશ્વરનું નામસ્મરણ પણ ફળ આપતું નથી.
આમ ઉપાધ્યાયજી મહારાજનાં પદોમાં સહજ, સ્વયંભૂ અધ્યાત્મરસના અને તેના પરમ પરિપાક સાથે આત્માનુભવના ચમત્કાર દષ્ટિગોચર થાય છે. તેમાં પદે પદે ઉત્તમ કવિત્વમય પ્રાસાદ અને માધુર્યગણની નિષ્પત્તિ થાય છે. ઉપાધ્યાયજી મહારાજની ભાષાશૈલી સરળ, સાદી છતાં લાલિત્યમય, પરમ સંસ્કારી, પરમાર્થસભર અને આશય ગંભીર છે. તેમનાં પદોમાં ઉત્તમ તાત્વિક ભક્તિની પ્રધાનતા છે, તેમની શૈલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન અને પ્રૌઢ છે, અને તેમાં ઓસગુણની પ્રધાનતા છે. છતાં જેમ જેમ અવગાહન કરીએ, ઊંડા ઊતરીએ તેમ તેમ તે ઉચ્ચ કવિત્વના ચમત્કારયુક્ત, ઊંડા ભક્તિરસ પ્રવાહવાળી પ્રતીત થાય છે. તેમનાં પદોની વિશેષતા એ કે સૌ કોઈ તેનું યથેચ્છ મધુર અમૃતપાન સુગમતાથી કરી શકે એમ છે. આપણે સૌ પણ ઉપાધ્યાયજી મહારાજનાં આવાં સુંદર પદોનું સતત રસપાન કરીને જીવનને કૃતાર્થ કરીએ.
રામત પાધ્યાપિત કપ છે