________________
[ પણ તેનું ફળ તો બંધનમાંથી મુક્ત કરાવનાર જ્ઞાન જ છે. જ્ઞાની, ક્રિયા અને જ્ઞાન બન્નેની આરાધના કરે છે. પણ જે કોઈ એકને જ સર્વસ્વ માને છે તે આંધળો જ છે.
ઉપાધ્યાયજી શાસ્ત્ર, જ્ઞાન સમર્થન કરતાં કહે છે કે મન-વચન અને કર્મ-યોગથી શાસ્ત્રોનું સમર્થન એટલે કે વાંચન અને મનન કરવું જોઈએ. પોતાની યથાશક્તિએ યોગસાધના પણ કરવી જોઈએ. આરાધકે શાસ્ત્ર-પઠન, વિધિપૂર્વક આચાર અને પછી યોગસાધનામાં નિરંતર લીન બનતાં જવું જોઈએ. પોતાની શક્તિ મુજબ યોગસાધનામાં જે લીન રહે છે તે “નયના સારતત્ત્વોને પ્રાપ્ત કરે છે. અને તે સાચાર ભાવ જૈનત્વને ગ્રહણ કરી મિથ્યાચારથી દૂર રહે છે.
જેઓ તર્ક-વિતર્કને જ જ્ઞાનનો આધાર માને છે એવા લોકો મનમાં જ સતત યુદ્ધ લડ્યા કરે છે અને તર્કાળમાં જ ફસાયેલા રહે છે. પણ જ્ઞાની આ બધાથી ઉદાસીન હોય છે. જ્યાં બે વચ્ચે યુદ્ધ હોય, ત્યાં એકનો પરાજય અને પછડાટ અવયંભાવી છે. સાચો સાધક તો ઉદાસીન ભાવને જ સુખ માને છે. દુઃખની છાયા તો ત્યારે જ પડે છે જ્યારે આપણે પર-પ્રવૃત્તિમાં લીન બનીએ છીએ. ઉદાસીનતા તો એ સુર-લતા છે જેમાં સમતારસનાં ફળ લાગે છે. ઉદાસીન મુમુક્ષુ આવા જ ફળના સ્વાદ ચાખે છે. આચાર્ય કહે છે કે, હે જીવ બીજાના પરીક્ષણમાં પડીશ નહીં, પોતાના ગુણોનું જ પોતાના અન્તરમાં પરીક્ષણ કર, એટલે કે પરછિદ્રાન્વેષણની અપેક્ષા આત્મનિરીક્ષણમાં તત્પર થા. ઉદાસીનતા તો જ્ઞાન રૂપી ફળ છે. અને પરપ્રવૃત્તિ મોહ છે. વિવેકથી જે શુદ્ધ છે, આત્મકલ્યાણકારી છે તે અપનાવો. આ સમાધિતંત્ર વિચાર જે બુદ્ધિશાળી ધારણ કરે છે તે ભવ પાર કરી લે છે. કહેવાનો ભાવાર્થ કે જે આત્માના સ્વરૂપનું નિરંતર ચિંતવન કરે છે, તેને માટે મુક્તિ સહજ અને સરળ બની જાય છે. જે જ્ઞાનના વિમાનમાં આરૂઢ છે, ચરિત્રના અગ્નિમાં તપેલો છે, સહજસમાધિના નન્દનવનમાં વિરાજમાન છે, જેણે સમતારૂપી ઈન્દ્રાણીનું વરણ કર્યું છે તે અગાધ આત્મરંગમાં રંગાઈ ગયો છે. મુનિશ્રી યશોવિજયજીએ ૧૦૨ દુહામાં આ સમાધિશતકની રચના કરી છે, જે આ શતકની ભાવનાને ધારણ કરે છે તે આત્મકલ્યાણ કરી શકે છે.
“સમાધિશતકમાં આચાર્યશ્રીએ આ રીતે વિવિધ વિષયો ઉપર વિચારો પ્રસ્તુત કરીને વિશેષ ભાર એ વાત પર મૂક્યો છે કે, મનુષ્યદેહનો મોહ
સમાધિવાત,
L ૧૯૩