________________
જગતના વ્યવહાર પ્રત્યે ચર્મચક્ષુઓ બંધ કર્યા છે અને અંતર્મુખી થઈ ગયો છે. આવો જીવ અન્તરચેતનમાં જ અંચળ - દઢભાવ ધારણ કરી લે છે અને આત્મજ્ઞાનની ધરી પર ફરતો-ફરતો દઢ અભ્યાસ દ્વારા એવી અવસ્થાએ પહોંચે છે, જ્યાં પથ્થર પણ તણખલાની જેમ લાગે છે અર્થાતુ કષાય આદિ દઢ પથ્થરોને ઓગાળીને તે નિર્ભર બની સાતાનો અનુભવ કરે છે. આવો જીવ પોતાને દેહથી ભિન્ન માને છે અને દેહનું હોવું એક સ્વપ્ન સમજે છે. આ દુહાઓમાં આચાર્ય દેહ, સંસાર, તેની અસારતા અને આત્મા પ્રત્યેની દઢતા પર વધુ ભાર આપે છે. આત્મલીન વ્યક્તિ જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શિવરાગી જીવ પુણ્ય-પાપ, વ્રત-અવત, બધું જ ત્યાગી દે છે. વ્યાવહારિક દષ્ટિએ તે પરમ ભાવોની પ્રાપ્તિ માટે અવ્રતોને ત્યજી વ્રત ધારણ કરે છે એટલે કે પાપને ત્યજી પુણ્યને ગ્રહણ કરે છે. પણ અહંતભાવમાં પહોંચવા આ વ્રત એટલે પુણ્યને પણ ત્યજે છે, કારણ કે વ્રત અને અવ્રત બન્ને સંસારનાં કારણ છે. નિશ્ચય મુક્તિ માટે આ બન્નેનો ત્યાગ જરૂરી છે. જેઓ અવ્રતી છે તેઓ વ્રત ધારણ કરે છે. આવા વતી જ્ઞાન અને ગુણ બનેનો સ્વીકાર કરે છે, જ્યારે પરમાત્મામાં સ્થિર જીવ સર્વત્યાગી બની પરમ-આત્મા બની જાય છે. આ પદોમાં પુણ્ય અને પાપ બન્નેને દેહ ગણી નિશ્ચયદષ્ટિથી પરમપદની પ્રાપ્તિની ચર્ચા કરી છે.
જ્યાં સુધી જીવ નર-નારી-નપુંસક લિંગ છેદન કરતો નથી, ત્યાં સુધી તે ભવ ધારણ કરી જન્મ-મરણના દુઃખો ભોગવે છે. જ્યાં સુધી જીવની આ લિંગોમાં આસક્તિ છે ત્યાં સુધી આ સંસારજાળમાં ફસાયેલા રહેશે અને મુક્તિના સાચા સુખનો અનુભવ કરી શકશે નહીં. દ્રવ્યલિંગનું છેદન કરી જે ભાવલિંગી બની જાય છે તે જ સિદ્ધ પરમાત્મા બની શકે. આવા સિદ્ધ પરમાત્મા એવા આત્મસ્વરૂપમાં લીન બની જાય છે જેનો કોઈ લિંગભેદ કે જતિ હોતી નથી.
આચાર્ય નિશ્ચય અને વ્યવહારની સ્પષ્ટતા કરતાં સમજાવે છે કે વ્યવહાર સ્વમ જેવી વિકળ દશા છે અને ભ્રમણા છે. જ્યાં સુધી આપણે નિશ્ચયમાં અર્થાતુ આત્મામાં સ્થિર નહીં થઈએ ત્યાં સુધી આ ભ્રમ છૂટતો નથી. આપણા સર્વે દોષો ત્યારે જ ક્ષય થશે, જ્યારે આપણે નિશ્ચય આત્મામાં સ્થિર બનીએ. આ બહિરાત્મા એક ક્ષણ માટે પણ સંસારથી અલગ થતો નથી. જેઓ અનુભવી છે, નિગ્રંથ છે તેઓ સ્વપ્રની જેમ તેને ત્યજી દે છે. આપણી સ્થિતિ ઘાણીના બળદ
બસમાધિશતક
ત.