________________
અન્તરાત્માના દર્શન કરતાં કરતાં પરમાત્મ ભાવમાં સ્થિર થતો જાય છે. આ તથ્યને વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે જે જીવ દેહ અને આત્માના ભેદને સમજ્યા વગર (જ્ઞાન વગર) તપ કર્યા કરે છે, તેના ભાવોનો અન્ત થતો નથી. અહીં કવિ ધ્યાન અને ક્રિયાની સમજ પર પ્રકાશ પાડે છે. જ્યારે આ જીવ પોતાના જ્ઞાન વડે પુદ્ગલને જાણી લે છે ત્યારે તે આત્મા તરફ ઉન્મુખ થાય છે. જ્યારે ઉન્નતશીલ બની આ જીવ ગુણના અહમ્થી પણ મુક્ત થઈ જાય છે, ત્યારે તે આત્માના સહજ પ્રકાશથી પ્રકાશિત બની જાય છે. ભાવાર્થ કે જ્ઞાની જ્યારે લૌકિક પદથી મુક્ત થઈ જાય છે ત્યારે ગર્વરહિત બની જાય છે.
ધર્મના ઉપદેશથી સંન્યાસ પ્રગટે છે એટલે કે આત્મા જ્યારે સંપૂર્ણ જગતથી મુક્ત થઈ ઊર્ધ્વગામી બને છે ત્યારે તેના લૌકિક ક્ષમા વગેરે ગુણો કે જે પુણ્યના ઉપાદાન છે તે પણ નષ્ટ થઈ જાય છે. હે જીવ ! આ જાણ્યા પછી તું આ કલ્પિત સંસારથી ઉદાસીન કેમ બનતો નથી ? વસ્તુના પ્રત્યક્ષ દર્શન પછી વ્યક્તિનો વસ્તુ પ્રત્યેનો કાલ્પનિક ભાવ તેવી રીતે જ દૂર થઈ જાય છે, જે રીતે દોરડાને જોયા પછી તેના વિષે સાપની કરેલી કલ્પના દૂર થઈ જાય છે.
આવી રીતે જ સાચું આત્મજ્ઞાન થવાથી આત્મા પ્રત્યેનો અબોધ ભાવ દૂર થઈ જાય છે. આચાર્ય કહેવા માંગે છે કે આત્મજ્ઞાન થવાથી કલ્પનાની અજ્ઞાનતા પોતે જ નષ્ટ થઈ જાય છે. ધર્મ અરૂપી દ્રવ્ય છે અને તેથી તેનો રૂપી દ્રવ્ય સાથે કોઈ સ્નેહસંબંધ થઈ શકે નહીં. આવી જ રીતે જ્ઞાની જીવ ક્યારેય અપરગુણ કે મિથ્યાગુણ પ્રત્યે આસ્થાવાન થતો નથી. તે શુધ્ધ આત્મનૈગમની કલ્પનાથી પરમભાવમાં મગ્ન રહે છે અને શુદ્ધ જ્ઞાનને અપનાવે છે.
ઉપાધ્યાય યશોવિજયજી સાચા પરમાત્માનું સ્થાન અંતરઘટમાં જ માને છે. અહીં આત્મસાધના ઉપર વિશેષ ઝોક આપવામાં આવેલ છે. તેઓ કહે છે કે જ્યારે આ જીવ રાગાદિ ભાવોનો ત્યાગ કરીને સહજ ગુણોને પ્રાપ્ત કરી લે છે, ત્યારે તેના ઘટમાં જ ઈશ્વર કે આત્મા પ્રગટે છે. જેને આ આત્મતત્ત્વ પ્રાપ્ત થઈ જાય છે, તેને ચિંદાનંદનો આનંદ મળી જાય છે. એટલે કે જીવ ચિત્તની આનંદ અવસ્થામાં રમણ કરે છે.
જીવ અનંતકાળથી રાગને કારણે આ અનંત સંસારમાં ભ્રમણ કરે છે. પણ જેવો જ આ જીવ રાગાદિથી મુક્ત બને છે તેવો જ પરમપદના સારતત્ત્વને જાણી લે છે. આપણે જે સંસારને સર્વસ્વ માની બેઠા છીએ તે તો એક ભ્રમ છે, દગો છે, મનની મૂંઝવણ છે. અને સંપૂર્ણ અસત્યની રમત છે. એનું સુખ તો
યશોભારતી ૩ ૧૮૮