________________
આ ચાર મહાત્માઓ ઉપરાંત જૈનશાસનમાં વાદીદેવસૂરિ, મલધારી હેમચંદ્રસૂરિ, મલયગિરિ મહારાજ, અભયદેવસૂરિ મહારાજ, વાદીવેતાલ શ્રી શાંતિચંદ્રસૂરિ મહારાજ, દેવેન્દ્રસૂરિ મહારાજ, વગેરે ઘણા પ્રભાવક આચાર્યો થયા છે. પરંતુ આ ચાર મહાપુરુષોએ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી છે.
(૩) ઉપાધ્યાય યશોવિજયજી ગણિવર ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ પાસેના ગાંભુ નજીકના કનોડા ગામના વતની છે. આ ગામનું દર્શન મેં બે વર્ષ પહેલાં પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયની નિશ્રામાં યોજાયેલ એક મેળાવડાના આયોજન વખતે કર્યું હતું. તેમ જ પાટણ પાસે આવેલ કુણગેર ગામ, જ્યાં તેમના ગુરુ કુણગેર ચોમાસું કરી કનોડા પધાર્યા હતા તે ગામનું દર્શન મેં પાટણમાં અભ્યાસકાળ દરમ્યાન કર્યું હતું.
પાટણ, મહેસાણા, વિજાપુર વગેરેની આસપાસનાં ગામડાંઓનાં કેટલાક નામો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વખતમાં કુમારપાળ રાજાના રાજ્ય વખતથી પ્રસિદ્ધ છે. તેમાં પણ ગાંભુ, વાલમ, મોઢેરા, સંડેર, વડાવલી, જાખાના, દહીંથરી વગેરે તો તેથી પણ વધુ પ્રાચીન છે. આ ગામડામાં રહેલા દેરાસરોની પાસેના ઉપાશ્રયમાં સારા જ્ઞાનભંડારો પણ અસ્તિત્વ ધરાવતા હતા. વડાવલીમાં જગદ્ગુરુ વિજયહીરસૂરીશ્વરજીના ગુરુ દાનસૂરીશ્વરજી મ. નો સ્વર્ગવાસ થયો છે. સંડેરમાં જ્ઞાનવિમલસૂરિની આચાર્ય પદવી થઈ છે. દહીંથરીમાં કુમારપાળના વડીલો વસતા હતા. આ બધા પ્રદેશો ખૂબ જ પ્રાચીન અને શાસનનાયકોના પાદવિહારથી પવિત્ર થયેલા છે.
(૪) કાળનો પ્રભાવ અગમ્ય અને અકળ છે. ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાંની ચૈત્ય પરિપાટીઓમાં જે ગામડાંઓમાં ઉત્તમ દેરાસરોનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં આગળ કોઈ શ્રાવકનું ઘર કે દેરાસરનું નામનિશાન પણ નથી. આમાંનાં કેટલાંક ગામડાંઓનો તો મને ૫૦-૬૦ વર્ષથી પરિચય છે. દા.ત., વિસનગર પાસે આવેલા કમાણા ગામમાં ૠષભદેવ ભગવાનના ભવ્ય પ્રાસાદનો ઉલ્લેખ ચૈત્યપરિપાટીમાં કરાયો છે, જ્યારે તે ગામમાં તેનું કોઈ નામનિશાન કે અવશેષ નથી.
આ રીતે પાટણવાડાની આસપાસનાં ગામડાંઓ ઘણાં પ્રાચીન હોવા છતાં અત્યંત પરિવર્તન પામ્યાં છે. અને ત્યાંના રહેવાસીઓ તથા કુટુંબો છેલ્લાં ૨૦૦-૨૫૦ વર્ષના ગાળામાં અનેક જગ્યાએ વેરવિખેર અને સ્થળાંતર પામ્યાં છે. કેટલાંકની તો અટકો પણ બદલાઈ ગઈ છે. દા. ત., હું અમારા જ કુટુંબનો
શોભારતી છ ૧૩૩