________________
પરંપરાની બહાર તેમના વ્યક્તિગત અહમનો ઝંડો ઘણે ઊંચે લહેરથી ફરકતો થાય છે એમ દર્શાવવાનો યત્ન કર્યો નથી. તેમણે નમ્રપણે પોતાની દાર્શનિક પ્રતિભાને જૈન દર્શનના મુખ્ય સિધ્ધાંતોની સમજણ વિસ્તારવામાં સમર્પિત કરેલી છે.
અંતે. જૈન પરંપરાનો અને જૈન દર્શનના વિદ્વાન બહુશ્રુતોનો ઇતિહાસ જતાં સ્પષ્ટપણે જણાય છે કે ત્રીજા સૈકા સુધીમાં આવતા કુન્દકુન્દાચાર્ય અને ઉમાસ્વાતિ; પાંમમા સૈકા સુધીમાં આવતા પૂજ્યપાદ, સામંતભદ્ર, સિદ્ધસેન દિવાકર; સાતમા-આઠમા સૈકામાં આવતા મલાવાદી, જિનભદ્ર ગણિ, ક્ષમાશ્રમણ, ગંધહસ્તી, હરિભદ્ર, નવમા સૈકાથી પંદરમા-સોળમા સૈકા સુધીમાં આવતા અલંક, વીરસેન, વિદ્યાનંદી, વાદીદેવસૂરિ અને હેમચંદ્રચાર્ય સુધી ચાલ્યો આવતો જૈન વાડ્મયનો વિકાસ છેલ્લે ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી સુધી આવે છે. તેઓએ પોતાના જીવન દરમ્યાન માત્ર “સુંદર, સચોટ અને સતર્ક દાર્શનિક વિશ્લેષણ તેમ જ પ્રતિપાદન૧૪ જ નથી કર્યું પરંતુ જૈન વામના વિકાસને વધારે ફળદાયી વળાંક આપીને પોતાની અનન્ય એવી દાર્શનિક પ્રતિભાથી અતિશય પ્રભાવક રીતે જાળવી રાખ્યો છે, પરંપરાને સાચવી છે, વિશ્વદર્શનના ફલક પર દિપાવી છે.
માત્ર જૈન શાસનના જ નહિ પરંતુ સમગ્ર દાર્શનિક દુનિયાના સર્વકાલ અને સર્વ સમયના આ મહાન જ્યોતિર્ધર વિદ્વાન બહુશ્રુતને વંદન. સંદર્ભ પુસ્તકોઃ * જ્ઞાનબિન્દુ પ્રકરણ - સિંધી પ્રકાશન. હિન્દી આવૃત્તિ
સંઃ પં. સુખલાલજી અને અન્ય * જૈન તર્ક ભાષા-(હિન્દી) આલોચના – પં. ઈશ્વરચંદ્ર શર્મા * જૈન તર્ક ભાષા -(અંગ્રેજી) લે. ડૉ. દયાનંદ ભાર્ગવ * પાંતજલ યોગશાસ્ત્ર-(હિન્દી) લે. પં. સુખલાલજી * દર્શન ઔર ચિન્તન-ખંડ ૨ લે.પં. સુખલાલજી પાન ૩૭૫ થી ૪૬૨ * “શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખો'-લે: ફત્તેચંદ ઝવેરભાઈ * “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” - શ્રી મો.દ. દેસાઈ * જૈન પરંપરાનો ઈતિહાસ - શ્રી ત્રિપુટી મહારાજ * “વૈરાગ્યરતિ” - મુનિ યશોવિજયજી ૧૪ દર્શન ઔર ચિન્તન” -પં. સુખલાલજી પા.૪૫૭.
યોભારતી n ૫ર છે