________________
બોલી ઊઠે છે -
આનંદ ઠોર ઠોર નહીં પાયા,
આનંદ આનંદમેં સમાયા.” આ બન્ને સાધકોને દોષદર્શી અને દુષ્ટ લોકો તરફથી ખૂબ સતામણી થઈ હતી, એમ કહેવાય છે. એમના સમયમાં યોગી અને જ્ઞાનીને નિંદનારા ઘણા છિદ્રાવેષી લોકો હતા. આનંદઘન તો આત્મમસ્તીમાં મગ્ન હતા. આથી એમણે આવા લોકોની સહેજે પરવા ન કરી તેઓ ક્યાંક જ આ જડતા અને રૂઢિચુસ્તતા પર પ્રહાર કરે છે. જ્યારે યશોવિજયજી આનંદઘન જેટલા સંપ્રદાયનાં બંધનોથી મુક્ત ન હતા. એમનું હૃદય આવી આપત્તિઓથી ક્યારેક કકળી ઊઠતું હતું. પરિણામે એ પ્રવર્તીત વિષમ પરિસ્થિતિ અંગે વેદનાભર્યા ઉદ્ગાર કાઢે છેઃ
પ્રભુ મેરે અઈસી આય બની
મનકા વિથા કુનર્પે કહીએ, જાનો આપ ધની,
સજ્જન કોઉ નહિ જાકે આગે,
બાત કહું અપની.” આમ યશોવિજયજી નિંદક દુર્જનો સામે પોકાર કરે છે, તો એ સમયે આનંદઘનજીને વગોવનારા પણ હતા. યશોવિજયજીએ રચેલી આનંદઘનજીની અષ્ટપદીની “કોઉ આનંદઘન છિદ્ર હી પેખત” એમ આનંદઘનને માટે કહ્યું છે. એના પરથી આનો ખ્યાલ આવે છે. આનંદઘનજી અને યશોવિજયજીએ બન્નેએ જિનસ્તવન ચોવીસીની રચના કરી છે. આનંદઘનજી શ્રી અજિતનાથ જિન સ્તવનમાં કહે છે
“તરક વિચારે રે વાદ પરંપરા, પાર ન પહુંચે રે કોઈ અભિમત વસ્તુ કે વસ્તુગતે કહે, તે વિરલો જગિ હોય”
(સ્તવઃ ૨-ગાથાઃ ૪) જ્યારે શ્રીમદ યશોવિજયજી મહારાજે સત્તરમા “પાપ સ્થાનકની સક્ઝાયમાં શુધ્ધ ભાષાની બલિહારી બતાવી છે. “અધ્યાત્મસાર' ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે અને આવા વાદ-વિવાદ કરનારાઓ વિશે તો તેઓ કહે છે –
વાદ, વિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણી જેવી ગતિ થાય છે અને