________________
બે સમકાલીનો) કુમારપાળ દેસાઈ
બે સમર્થ સમકાલીનો ક્યારેક સમયનો સાથ હોવા છતાં એકબીજાને મળી શક્તા નથી. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને સમકાલીન હતા. એક જ પ્રદેશમાં વિચર્યા હતા છતાં બંનેનો મેળાપ થયો ન હતો.
મસ્તયોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયજી બંને સમકાલીન હતા. એમની વચ્ચેના સામ્યથી પ્રેરાઈને શ્રી સારાભાઈ નવાબે તો એમ કહ્યું કે પોતે તથા વિદ્યમાન કેટલાક જૈન મુનિવર્યો એમ માને છે કે પરમયોગી શ્રી આનંદઘનજી તે બીજા કોઈ જ નહીં, પરંતુ ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી જ છે. જોકે શ્રી જ્ઞાનવિમલ સૂરિના “આનંદઘન ચોવીસી” પરના સ્તબકમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે “આનંદઘન ઉપનામધારી લાભાનંદજીએ રચેલાં આ સ્તવનો છે.” બંને એક જ હોય એમ માનીએ તો તો યોગીરાજ આનંદઘનની પ્રશસ્તિરૂપે યશોવિજયજીએ અષ્ટપદી લખી હતી એ આત્મ-પ્રશસ્તિ માટે લખી હોય એમ માનવું પડે. વળી શ્રી કાંતિવિજયજી મહારાજે ઉપાધ્યાય યશોવિજયજી કાળધર્મ પામ્યા પછી પાટણ શહેરના અતિ આગ્રહથી “સુજસવેલી ભાસ” નામની ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાર્યને દર્શાવતી પદ્યકૃતિની રચના કરી એમાં ક્યાંય આવી વિગતનો ઉલ્લેખ નથી.
હકીકત એ છે કે આ બંને સમકાલીન હતા અને એમની વચ્ચેનો મેળાપ પણ ફળદાયી નીવડ્યો હતો. આનંદઘનની ઉત્કૃષ્ટ યોગઅવસ્થા અને આનંદમગ્ન સ્થિતિને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપે આનંદના ઉલ્લાસથી સભર એવી “અષ્ટપદી'ની રચના કરી હતી. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે સાચા “આનંદ”ની અનુભૂતિ એને જ થઈ શકે કે જેના હૃદયમાં આનંદજ્યોતિ પ્રગટ થઈ હોય. આવા “અચલઅલખ” પદના “સહજ સુખ'માં આનંદઘન મગ્ન રહેતા હતા. એમની આવી ઉન્નત, આનંદમય આધ્યાત્મિક અવસ્થા જોઈને ઉપાધ્યાય યશોવિજયજી અંતરના ઉમળકાથી
બે ચમકાલીનો n પર છે
-