________________
ઋતુવર્ણન, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, સંધ્યાવર્ણન, રાત્રિવર્ણન, મંત્રણા, દૂતપ્રેષણ, યુદ્ધવર્ણન, રસનિરૂપણ વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂર્વકનું અનુસરણ સૂચવે છે. - -
રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ સર્વોત્તમ શિખર છે તેમ સંક્ષિપ્ત કથાસાર - મહાકાવ્યમાં વૈરાગ્યકલ્પલતા સર્વોત્તમ શિખર છે.
યશોવિજયજી જેવા મહાન તાર્કિક, દાર્શનિક, કવિ અને પરમતખંડન એ ઉપમિતિ જેવી વિરાટકાય કૃતિનો સંક્ષેપ કરીને વૈરાગ્યકલ્પલતા જેવી નવ્ય કૃતિ આપીને માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.