________________
છે. આત્મબોધ અને આત્મોન્નતિમાં સહાયક આ કાવ્ય કર્તાને તો સરસ લાગશે જ, પણ આ કાવ્ય તેઓને પણ સરસ લાગશે જેઓને ખાત્મબોધ અને આત્મદર્શનની ઉત્કટ અભિલાષા છે. આ દષ્ટિએ પણ આ કાવ્યને મનોહારી બનાવવાની ભાવના પ્રગટ થઈ છે.
“સમાધિશતક'નો પ્રત્યેક દુહો આત્મબોધ, તેની મહત્તા અને ભેદવિજ્ઞાન જેવા ગંભીર વિષયો પર અત્યંત સરળતાથી પ્રકાશ પાડે છે. ક્યાંય કોઈ દૈતભાવ નથી.
તેઓ સ્પષ્ટપણે માને છે કે “આત્મજ્ઞાન' એક માત્ર શિવપંથ માટે પરમાર્થ સ્વરૂપ છે. આ સત્યભાવ નિગ્રંથ છે. જે આ આભામાં રમણ કરે છે અને જે આત્મરત બની જાય છે. સંસારના સમસ્ત ભોગ નિરર્થક છે. તેઓ તે સુખ કે આનંદ આપી શક્તા નથી, જે સુખ આત્મ-મગન થવાથી ઉપલબ્ધ બને છે. હકીકતે આત્માનંદી ભાવની વાત જ ઓર છે. આત્મજ્ઞાનમાં મગ્ન જીવને આ પુગલ સંસાર તમાશો જ લાગે છે. તેમની દષ્ટિમાં સંસાર ઇદ્રજાલ છે,
જ્યાં આ જીવનો ક્યાંય મેળ બેસતો નથી. આપણે સહુ સંસારીજીવ આ પુદ્ગલના મોહમાં કાય(સંસાર)ને હીરો સમજી બેઠા છીએ. પણ સત્ય પ્રગટ થવાથી (આત્મજ્ઞાન થવાથી) કાચ - કાચ જ રહી જાય છે. સાચો સાધક કોઈ પણ પ્રકારની એષણા રાખ્યા વગર આત્મધ્યાનમાં જ રચ્યોપચ્યો રહે છે. આત્મજ્ઞાની તો મુક્તિરસમાં જ તન્મય બનીને નૃત્ય કરે છે.
જેમની પાસે બહિરાત્મા અને અન્તરાત્માનો બોધ છે, જેણે બહેરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની સ્થિતિનું જ્ઞાન છે એવો જ્ઞાની સાધક દેહને ભ્રમ માને છે અને બહિરાત્માને અત્યંત દીન, પરપદાર્થ અને કમજોર તત્ત્વ માને છે. તેનું ધ્યાન તો કેન્દ્રિત રહે છે. આત્મા અને પરમાત્મા પર.
અહીં તેઓએ બહિરાત્માના તિરસ્કાર અને આત્માના સ્વીકારની વાત પ્રસ્તુત કરી છે. પુનઃ આત્માના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે ચિત્તમાં જે દોષ ઉત્પન્ન થાય છે તે આપણા ભ્રમ કે દ્વિઘાને કારણે હોય છે. આત્માનું કાર્ય તો અંતરમાં ચાલ્યા જ કરે છે, પણ આત્માની પરમાત્માવાળી તો તે સ્થિતિ છે જ્યાં સંપૂર્ણ નિર્મળતા અને નિર્દોષતા હોય છે. પરમાત્માની આ નિર્મળતા પ્રાપ્ત થતાં જ કર્મની સંપૂર્ણ મિલાવટ ખતમ થઈ જાય છે. એટલે પરમાત્માની અવસ્થામાં સમસ્ત કર્મોની નિર્જરા થઈ જાય છે. કર્મની કોઈ મિલાવટ રહેતી નથી. આ જ સાચી સિદ્ધાવસ્થા છે.
સિપાલિતક, ૧૮૫ )