________________
93
સમાધિશતક”
ડૉ. શેખરચંદ્ર જૈન
m
શતકનો પ્રારંભ આચાર્યશ્રી સરસ્વતીનું સ્મરણ અને જિનેશ્વર ભગવાનની વંદનાથી કરે છે. બીજી જ પંક્તિમાં પોતાના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે – ‘‘માત્ર આત્મબોધ માટે એક સુન્દર અને સરસ પ્રબંધની રચના કરીશ.''
૧૦૨ દુહા છંદમાં લખાયેલા મિશ્રગુજરાતી અને હિન્દીના રાજસ્થાની સ્વરૂપમાં આ કૃતિની રચના આત્મબોધના ઉદ્દેશ્યથી તેઓએ કરી જેનું પ્રકાશન ૧૯૨૬માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહમાં કરવામાં આવેલ છે.
પ્રારંભના પ્રથમ દુહામાં કવિ ‘જિન’ એટલે જેમણે ઇન્દ્રિયવિજય પ્રાપ્ત કરી લીધો છે તેઓને પ્રણામ કરે છે. આ ‘જિન’ જગબંધુ છે એટલે કે સંસારની આ ભૌતિક ઝાળઝમાળમાં પણ પુદ્ગલની મૃગમરીચિકામાં તેઓ જ એક માત્ર પથ-દર્શક બંધુ છે. સંસારની વાસનાઓ, ચાર કષાય, પંચ પાપ બધા બહારથી ખૂબ આકર્ષક લાગે છે, પણ તેઓની કાર્યપ્રણાલી તો સંસારમાં ભટકાવી પથભ્રષ્ટ કરનાર દુશ્મન જેવી હોય છે. આવા સંસારમાં જો સાચા પથદર્શક કોઈ હોય, મુક્તિપંથે હાથ પકડીને કલ્યાણમાર્ગમાં જોડનાર હોય તો તે આ જગબંધુ જિનેશ્વર છે.
આ કાવ્ય-કર્તૃત્વ પાછળ તેઓની કોઈ લોકેષણા કે વાહ-વાહ પામવાની ભાવના નથી એવી પ્રારંભે સ્પષ્ટતા કરે છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય તો ફકત ‘આત્મબોધ’ છે, એટલે કે આત્માના સાચા સ્વરૂપ, તેની સ્વતંત્ર સત્તા અને તેનું પરિમાર્જન કરી તેના પરિવર્ધનની ભાવના છે. મૂળમાં આ કાવ્ય આત્મોન્નયન માટે જ છે. હા, તે સરસ હશે, સાહિત્યની દષ્ટિએ. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ભાષા, છંદ, અલંકાર કે ભાવની દૃષ્ટિએ જ સરસ છે. વિરાગી કવિ અહીં સરસ શબ્દની સાથે કર્તા અને પાઠક બનેનો સમન્વય સાધે
યશોભારતી ૧૪