________________
નિશ્ચિત થાય જ. આથી જ દરેક સાધક સમકિતની પ્રાપ્તિની અભિલાષા કરે છે. માટે યશોવિજય આ વાતને સહમાં જ કહી બતાવે છે કેઃ ““મુક્તિથી અધિક તુજ ભક્તિ ભલી.” 1 ભક્તિ તો લોહચુંબક જેવી છે કે મુક્તિ તો આપોઆપ ખેંચાઈને આવે છે. આથી ભગવાનની ભક્તિ જ ભક્તને મન શ્રેષ્ઠ સાધના છે.
અધ્યાત્મયોગી યશોવિજયને એક વાર પોતાના ભાવિ વિશે શંકા જાગી, પણ સમાધાન મળતું નથી આથી ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીની સાધના કરે છે. એક કિંવદન્તી અનુસાર ભરૂચમાં મુનિ સુવ્રતસ્વામીની પ્રતિમા સામે અઠ્ઠમતપ(ત્રણ દિવસના ઉપવાસ)ની આરાધના કરવામાં આવે તો પોતાની શંકાનું સમાધાન મળે. ઉપાધ્યાયજી પોતાની આ સાધનાની વાત કરવામાં કરે છે
આંગણે કલ્પવેલી રૂપી, ધન અમિયના વૂઠા. આપ માંગ્યા તે પાસા ઢળ્યા,
સૂર સમકિતી તૂઠા. આ. ૨ નિયતિ હિત દાન સનમુખ હુએ, સ્વપુણ્યોદયે સાથે, જસ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. આ. ૩
ઉપાધ્યાયજીએ જે પ્રકારે આશા રાખી હતી તે ફળીભૂત થઈ. સમકિત દેવો પ્રસન્ન થયા એટલે એમ લાગ્યું કે આંગણામાં કલ્પલતા અંકુરિત થઈ અને તેની વૃદ્ધિ માટે અમૃતધારા વરસી. અધ્યાત્મની ચરમ પ્રાપ્તિની આશા ફળીભૂત થતી લાગી. સાહેબે (ભગવાન) સ્વહસ્તે મુક્તિતિલક કર્યું. આ નાનકડા સ્તવનમાં ઉપાધ્યાયજીએ પોતાની સાધનાનું ધ્યાન કર્યું છે. એક સાધુની સાધનાનું ચરમ લય મોક્ષ હોય છે અને તે લક્ષ્યની પ્રાપ્તિ તેમણે કરી અર્થાતુ મુક્તિના માર્ગે તેઓ ગતિ કરી રહ્યા છે. આમ ઉપાધ્યાયજીના જીવનમાં અધ્યાત્મ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ઉપાધ્યાયજીના ગ્રંથોમાં સરળ અને સુંદર રીતે અધ્યાત્મની વાતો ગૂંથાયેલી છે. આથી તેઓ ખૂબ જ પાછળના સમયમાં થયા છતાં તેમના ગ્રંથોનું વિશિષ્ટ મૂલ્ય છે. આજે પણ આચાર્યો તેના ગ્રંથોના ઉદ્ધરણોને શાસ્ત્રીય પુરાવા તરીકે રજૂ કરે છે. સાધકો તેમના ગ્રંથોનું રટણ કરે છે. અભ્યાસી તેમની તર્કભાષાથી અભ્યાસનો આરંભ કરે છે અને તેમની જ સ્યાદ્વાદકલ્પલતાથી પૂર્ણ કરે છે. આવા શાસ્ત્રકારો વિરલ હોય છે. એમની પ્રતિભાનો ખ્યાલ તો તેમના ગ્રંથોના અધ્યયન દ્વારા જ મળે.
( વિરલ સાધક n ૧૧ )