________________
‘‘જ્ઞાનસાર'. એક ચિત્તનો
રૂપેન્દ્રકુમાર પગારિયા
“જ્ઞાન” એ આત્માનું અસાધારણ લક્ષણ છે; કોઈ પણ યુગમાં તેનું મહત્ત્વ ઓછું થતું નથી; ઓછું અંકાતું નથી. જ્ઞાનના ઉપયોગથી જ વિવેક જન્મે છે અને વિવેક દ્વારા આપણે વ્યવહારકુશળ બનીએ છીએ. આપણા ચરિત્રનો વિકાસ કરવામાં સમર્થ અને સાત્વિક સુખ-શાંતિ પ્રાપ્ત કરવામાં સફળ થઈએ છીએ. જ્ઞાનશૂન્ય વ્યક્તિ પશુતામાં સરી પડે છે અને જ્ઞાનસંપન્ન વ્યક્તિ પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે.
ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનની મહત્તા દાખવતો “જ્ઞાનસાર' નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રન્થ રચ્યો અને સમાજ પર મોટો ઉપકાર કર્યો. વિભાવદશામાં ફસાઈને આત્મા કેવી વિડમ્બનાઓનો ભોગ બને છે અને સ્વભાવદશામાં પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીને કઈ રીતે અનન્ત આત્મિક સુખોનો અનુભવ કરે છે, તેનું વિશદ અને ઉચ્ચ કક્ષાનું નિરૂપણ આ ગ્રન્થમાં આપણને મળે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાની કોટિનો આ એક ઉત્કૃષ્ટ ગ્રન્થ છે. એક દષ્ટિએ તો “જ્ઞાનસાર' એ જૈનગીતા જ છે. એવા આ ગ્રન્થથી જૈન અને અજૈન સૌ કોઈને માટે તેની ઉપયોગિતા સિદ્ધ થઈ છે.
ગ્રન્થમાં જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોને અન્નનિવિષ્ટ કરીને વેદાન્ત) અને ગીતામાં પ્રયોજાયેલા સચ્ચિદાનંદ, પૂર્ણાનન્દ, ચિન્માત્ર, વિશ્રાન્તિ, પરબ્રહ્મ, ધર્મ સંન્યાસ, યોગસંન્યાઅ, નિર્વિકલ્પ ત્યાગ, નિર્ગુણ બ્રહ્મ અસંગક્રિયા વગેરે પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને ઉપાશ્રી યશોવિજયજી મહારાજે પોતાની સમન્વયદષ્ટિનો પરિચય આપણને કરાવ્યો છે.
આ ગ્રન્થમાં આઠ આઠ શ્લોકોના કુલ ૩૨ અષ્ટક છે. ૧. પ્રથમ અષ્ટક પૂર્ણાષ્ટક છે
આમાં આત્માની પૂર્ણતા અપૂર્ણતાનું સુંદર વિવેચન કર્યું છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. કહે છે કે બાહ્ય સમૃદ્ધિથી પ્રાપ્ત કરેલી પૂર્ણતા એ પૂર્ણતા
પાનસારા વ ના