________________
૪. મોહત્યાગાષ્ટક
બાહ્ય પદાર્થ પ્રત્યે મમત્વ એ જ મોહ છે. મોહથી જ ચારિત્રનો નાશ થાય છે. અનન્ત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. મોહનો ત્યાગ કરે છે તે તરત જ સંસારનો અન્ન આણે છે.
આ મારું છે' એવી અનુભૂતિ એ જ મોહ છે. “આ મારું નથી અને હું એનો નથી” એ જ મહામોહનો નાશ કરનાર મહામંત્ર છે.
શુધ્ધ આત્મદ્રવ્ય હું છું. અને શુધ્ધ જ્ઞાનગુણ મારો છે. આ જ હું છું. આ જ મારું છે. બાકીના તમામ પદાર્થ મારા નથી. આત્માનો વિભાવભાવ અશુધ્ધ છે. ૫. જ્ઞાનાષ્ટક
આ અષ્ટકમાં જ્ઞાનની મહત્તા પ્રકટ કરી છે. પ.પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે – ભૂંડ વિષ્ટામાં રમણ કરે છે. તે જ રીતે અજ્ઞાની જીવ અજ્ઞાનમાં રમણ કરે છે. આ જ રીતે જ્ઞાની વિવેક જીવ જ્ઞાન અમૃતમાં રમણ કરે છે.
નકામો અનિશ્ચિત વાદવિવાદ કરનારા પંડિતો તેલીના બળદની માફક વ્યર્થ જ ભ્રમણ કરનારા હોય છે. તેમનો જ્ઞાનાભાર નિરર્થક છે. - આત્મજ્ઞાન એ જ શ્રેષ્ઠ જ્ઞાન છે. એ અસામુદ્રિક અમૃત છે. ઔષધિઓ સાથે સંબંધિત નહીં એવું રસાયણ છે. ઉચ્ચકોટિનું ઐશ્વર્ય છે. ૬. શમાષ્ટક
મનના વિકલ્પો શાન્ત થાય એ જ રામ, અજ્ઞાનથી કલ્પિત ઈષ્ટ અને અનિષ્ટના ભાવની કલ્પનાનો ત્યાગ કરી શુભ અશુભનો સમાનરૂપે વિચાર કરવો એ સમતા યોગ છે.
કોઈ પણ વિષયમાં મનને એકાગ્ર કરવું એ ધ્યાન છે. શુભાશુભ અધ્યવસાય અનુસાર ધ્યાન પણ શુભ-અશુભ બની જાય છે. શમયુક્ત ઉત્તમ ધ્યાનથી વિકાર નાશ પામે છે.
જેનું મન દિવસ અને રાત સમરૂપી અમૃતથી સિંચન પામતું હોય તે માનવ કદી પણ રાગ-દ્વેષરૂપી વિષધરથી ડંખ મારી શકતો નથી. ૭. ઇન્દ્રિયજયાષ્ટક સંસારના ભયથી મુક્તિ પામવા માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો એ
નાનસાર' n ૧૧