________________
વિાચકાશની અનુભવવાણી
બાબુભાઈ કડીવાળા
જૈન શાસનરૂપી નભોમંડલમાં પ્રકાશને પાથરનારા અગણિત મહાપુરુષો થઈ ગયા. તેમાં છેલ્લે વર્તમાન જિનશાસનને સૌથી વધુ પ્રભાવિત કરનાર મહાન વિભૂતિ તે ઉપાધ્યાય યશોવિજયજી છે. તેમને જિનશાસનને સાચી રીતે ઓળખ્યું અને જગતને ઓળખાવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એવું અદ્ભુત સર્જન કરી ગયા છે કે સમ્યગુ જ્ઞાનનો જિજ્ઞાસુ કોઈ પણ મનુષ્ય તેમના ગ્રંથોના અધ્યયન વડે સમગ્ર જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા તૃપ્ત કરી શકે.
પૂર્વધરો અને અતીન્દ્રિય જ્ઞાનીઓના વિરહકાળમાં આત્મઅનુભવ અને આત્મસ્વરૂપપ્રાપ્તિનો સાચો માર્ગ શું છે તેને યથાસ્થિત જો કોઈએ જાણવો હોય તો પૂ. ઉપાધ્યાય મહારાજના ગ્રંથોનું પરિશીલન કરવું અતિ જરૂરી છે.
તેમનું વચન સર્વ કોઈને આદેય બને છે. સર્વ નય સમન્વયાત્મક તેમની વાણી, જ્ઞાન, શ્રદ્ધા અને સાધના માર્ગમાં દિવ્ય પ્રકાશ પાથરે છે.
વાણી વાચક ધરા તણી કોઈ નયે ન અધૂરી રે”
મહોપાધ્યાયશ્રીના ગ્રંથોનું અવલોકન કરતાં મળેલાં કેટલાંક દિવ્ય રત્નો હવે આપણે જોઈએ:
सारमे तन्मया लब्धा, श्रुतसागर अवगहनात् ।
भक्तिर्भागवती बीजं, परमानंद संपदा ॥ શ્રતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારનો સાર મેં પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ પરમાનંદ-મોક્ષ લક્ષ્મીનું બીજ છે. પરમાનંદની સંપદાનું બીજ જિનભક્તિ છે તેવું અમૃત સમગ્ર શાસ્ત્રના અવગાહનથી આ મહાપુરુષને પ્રાપ્ત થયું છે. અને જિનભક્તિના આલંબને આ દિવ્ય મહાપુરુષે આત્મઅનુભવ દશાને પ્રાપ્ત કરી છે. તેમના ગ્રંથો અને કાવ્યોમાં આત્મ અનુભવ - જે સાધનામાર્ગનું પરમ લક્ષ્યાંક છે – તે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિના પરમ ઉપાયો તેમણે બતાવ્યા છે અને પોતે તો આત્મઅનુભવના પરમાનંદને
યશોભારતી n ss)