________________
(ઉપાધ્યાયજી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. ભગવદ્ભજન અને ભક્તિથી સર્વજ્ઞ થવાનું પણ તેઓ વજર્ય ગણે છે અને સરસ વિરોધાભાસ સર્જ છે. મુક્તિ કરતાં પણ એમના મનમાં ભક્તિ સવિશેષ વસી છે. નિયાણ તો નહીં | જ, પરંતુ સહેજ પણ મુક્તિનીય અભિલાષા નહીં. કારણ એથી સંસારમાં રહેવું પડે અને એ થાય તો પ્રેમલક્ષણા ભક્તિનો યોગ સતત ચાલુ રહે અને ચુંબકીય તત્ત્વથી જેમ લોઢુ પાસે ખેંચાઈ આવે તેમ ભક્તની ભક્તિથી મુક્તિ પણ આપોઆપ ખેંચાઈ આવે એવી એ સહજ પ્રક્રિયા છે.
પ્રેમલક્ષણા ભક્તિની વાત આવી એટલે એમ થાય કે વૈરાગ્યપ્રધાન ધર્મમાં કે જ્ઞાનમાર્ગમાં પ્રેમલક્ષણા ભક્તિને સ્થાન ન હોય, આમ છતાં આપણા ભક્તકવિઓએ આવી ભક્તિ ઉલ્લાસપૂર્વક કરી છે. એટલું જ નહિ પરંતુ એવા ઉલ્લાસને શૃંગારમંડિત સંબંધોની પરિભાષામાં પ્રગટ કરવામાં આવી છે. એનું કારણ એ છે કે ઉત્કટતાપૂર્વકની ભાવાત્મક સ્થિતિમાં દેહની પૃથકતા ઓગળી જાય અને એકતાની ભરતી છલકાઈ ઊઠે એવું નરનારીના સંબંધમાં જ સંભવે છે. આવી સ્થિતિ, અલબત્ત જુદી અને એથી પણ ઉચ્ચ કક્ષાએ આપણા ભક્તકવિઓએ સિદ્ધ કરી છે. એવી એકતાની, તદ્રુપતાની, તાદાસ્યભાવની, એકાકારની વાત કરવા સાથે એની પ્રબળ અને વ્યાપક અસર સંસારી પર ત્યારે જ થાય, જો એ સંસારીને પરિચિત એવા ભાવની ભૂમિકાનો આશ્રય લેવાય. તેની તીવ્રતાએ મીરાં જેવી સાધિકાઓને લાભ આપ્યો છે. તેનો લાભ એ છે કે પતિ કે પત્નીમાં અન્ય અનેક સંબંધો સમાઈ શકે છે. સ્ત્રી પત્ની હોવા છતાં મિત્ર-સલાહકાર, માતૃભાવ આપી શકે છે. તેવી જ રીતે પતિ મિત્ર, રક્ષક અને પૈતૃક ભાવો આપી શકે છે. બીજા સંબંધો આટલા વ્યાપક નથી. તેથી જે સાધક ભગવાનને આ ભાવે ભજે તેમાં ઉત્કટતા આવે છે. મૂળે પરસ્પરમાં લોકોત્તર વિશ્વાસ અને પ્રત્યેક સ્પંદનોમાં એકનુભૂતિ એ આનો પાયો છે. સખી કે સખાભાવમાં આખરે તો આ જ તત્ત્વ છે. ઇલિયટે પોતાની પત્નીને અર્પણ કરેલ કાવ્યમાં આ અનુભવ સર્જિત થયો છે. આ બધું જોતાં વૈરાગ્ય અને જ્ઞાનમાર્ગમાં પણ પ્રેમલક્ષણા ભક્તિ ઔચિત્યપૂર્ણ અને ઉપકારી જણાય છે.
શ્રીચંદ્રપ્રભસ્વામીના સ્તવનમાં આવી પ્રેમલક્ષણાભક્તિનો ઉપાધ્યાય યશોવિજયજીએ વિનિયોગ કર્યો છેઃ
ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તમે છો ચતુર સુજાણ, મનના માન્યા
( પક્ષોભારતી n ૧૦૪