________________
ઉપાધ્યાય યશોવિજયજી તો આત્મદર્શનનું સ્વરૂપ ગુરુકૃપાથી પ્રાપ્ત કરે છે. આ અંગે વિ. સં. ૧૭૩૮ પછી રચેલા “શ્રીપાલ રાસ” ના ચોથા ખંડના છેવટના ભાગમાં તેઓ કહે છે –
માહરે તો ગુરુ ચરણ પસાર્યો અનુભવ દિલમાં પેઠો, ત્રદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ-રતિ હઈ બેઠો.”
જ્યારે આત્મામાં સમક્તિનો રવિ ઝળહળે છે, ત્યારે ભ્રમરૂપી તિમિર નાસી જાય છે અને અંતરમાં અનુભવગુણ આવે છે. આ સમયે ઉપાધ્યાય યશોવિજયજી કહે છે -
ધ્યાયો સહી પાયો રસ, અનુભવ જાગ્યો સ; મિટ ગયો ભ્રમકો મસ, ધ્યાતા ધ્યેય સમાયો છે, પ્રગટ ભયો પ્રકાશ, જ્ઞાનકો મહા ઉલ્લાસ;
એસો મુનિરાજ - તાજ, જસ પ્રભુ છાયો હે....” ધ્યાતા અને બેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી અપૂર્વ આનંદાનુભૂતિ થાય છે! આત્મામાં પરમાત્મા પ્રગટે છે, તે સમયની દશાને પ્રગટ કરતાં યોગી આનંદઘન બોલી ઊઠે છે –
અહો હું અહો હું મુઝમેં કહું, નમો મુઝ નમો મુઝરે.”
| (સ્તવનઃ ૧૬ ગાથા: ૧૩) ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની માફક પદો પણ લખ્યાં છે. અને તેમાં ચેતનને “મોહકો સંગ” નિવારી “જ્ઞાનસુધારસ ધારણ કરવાનું કહ્યું છે. એ જ રીતે “કબ ઘર ચેતન આવેંગે'માં ઉપાધ્યાય યશોવિજયજીએ સુમતિનો વિરહ આલેખ્યો છે. આનંદઘનનાં પદોમાં તો આ સુમતિના વિરહનું વેધક આલેખન મળે છે. એમાં તો કવિ કહે છે કે સુમતિ દુઃખમંદિરના ઝરૂખે આંખો લગાડી લગાડીને ઝૂકી ઝૂકીને જુએ છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે અને એથીય વધુ વિરહની વિકટ વેદના દર્શાવતાં સુમતિ કહે છે -
“શીતલ પંખા કુમ કુમા, ચંદન કહા ભાવે હો?
અનલ ન વિરહાનલ યે હૈ તન તાપ બઢાવે હો.” ઠંડા પદાર્થો, પંખા, કપૂર કે ચંદનનો ઘોળ શા માટે લાવે છે? આ શરીરનો તાપ નથી. આ તો આત્માનંદના વિરહનો અગ્નિ છે. એને તો આ પદાર્થો ટાઢક આપવાને બદલે વધુ તપાવનાર બને છે. આ રીતે આનંદઘન અને
વાભારતી D N/