________________
યશોવિજયજી સમકાલીન હતા. પરસ્પરને મળ્યા હતા. એમની ભાવનાઓ અને અધ્યાત્મપ્રવૃત્તિ ઘણાં સબળ હતાં. આમ છતાં બંનેનો આત્મવિકાસનો માર્ગ જુદો હતો. આનંદઘનજી અધ્યાત્મયોગી હતા, તો યશોવિજયજી કર્મયોગી હતા. આનંદઘનજી દુનિયાની સહેજે દરકાર રાખતા નહિ. જ્યારે યશોવિજયજી તત્કાલીન વાતાવરણને સમજીને પોતાના લક્ષ્યની સાધના કરતા હતા.
આનંદઘનજી આત્મલક્ષી, સંયમી, ત્યાગી અને અઘ્યાત્મી હતા. યશોવિજયજી ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય'ની પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. આનંદધનજી
‘વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા, તર્ક, વાદ, વિવાદ ન જાવું, ન જાનું કવિ ફંદા.’
કહેનારા મસ્તકવિ હતા. જ્યારે યશોવિજયજી ‘‘વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.’’ (શ્રીપાલ રાસ - ૪ : ૧૨ ની છેલ્લી પંક્તિ)- એવો હિંમતથી દાવો કરનાર અધ્યાત્મ, યોગ, કથા, આદિ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં પદ્યરચના કરનાર વિદ્વાન કવિ હતા. યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટ વ્યક્ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીએ બધા શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ માન્યો નહીં. એમણે અધ્યાત્મ યોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત હશે. ઉપાધ્યાય યશોવિજયજીના ‘અધ્યાત્મસાર’ જેવા ગ્રંથોમાં અને સ્તવનોમાં અધ્યાત્મરસની ઝલક જોવા મળે છે.
બંને સમકાલીન સાધુઓ જિનશાસનના સાધુત્વની પ્રખર દીપ્તિ સમાન છે. બંનેની આસપાસનો પરિવેશ, આજુબાજુના લોકો, પરિસ્થિતિ ભિન્ન હોવા છતાં સમાન અધ્યાત્મરસે જોડાયેલી આ વિભૂતિઓ છે. અને એમનો આ અધ્યાત્મરસ પદ્ય રૂપે સ્તવન, પદ; સજ્ઝાય વગેરેમાં પ્રગટ થયો છે.
મેં સમકાલીનો 7 ૧૫૭