________________
રીતે પોતાની અનન્ય એવી સમન્વયશક્તિથી તેઓ એ ‘નયભેદની અપેક્ષાએ આ ત્રણે સૂરિપક્ષો પરસ્પર વિરુદ્ધ નથી'૮ તેમ બતાવ્યું છે. આ અને આવા અનેક જ્ઞાનમીમાંસકીય પ્રશ્નોની ચર્ચાઓમાં આપણને શ્રી યશોવિજયજીની અનેકાન્ત દૃષ્ટિનો તેમ જ તમની વિશિષ્ટ સૂઝનો કે જે તેમની દાર્શનિક પ્રતિભા ઉપસાવનાર તત્ત્વો છે તેનો પરિચય મળે છે.
પ્રાચીન સમયમાં પ્રમાણો દ્વારા પ્રમેયની પરીક્ષા કરનાર શાસ્ત્રને ન્યાયશાસ્ત્ર કહેવાતું. આમ સમય જતાં ‘પ્રમાણ’ શબ્દ ન્યાયનો બોધક બન્યો. જૈન ન્યાય કે જૈન તર્ક અનુસાર પ્રમાણ અને નય બન્ને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે. આમ શ્રી યશોવિજયજી પહેલા પ્રમાણ અને નય બન્ને જૈન તર્કમાં અર્થપરીક્ષાના મુખ્ય સાધન ગણાતા. શ્રી યશોવિજયજીએ પોતાના જૈન-તર્ક ભાષા'માં તર્કમાં પ્રમાણ અને નયની સાથે ‘નિક્ષેપ'નો પણ સમાવેશ કર્યો. ‘નિક્ષેપ’ શબ્દને સમજવાનો પ્રયત્ન છે જે જૈન તર્ક અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર દષ્ટિએ થાય છે. અહીં નિક્ષેપની ચર્ચા પ્રસ્તુત નથી, છતાં તેઓએ ન્યાયમાં જે પ્રદાન કરેલ છે તેની સમજણ તેમની દાર્શનિક પ્રતિભા સમજવામાં સૌથી વધુ ઉપકારક છે. ભારતીય પરંપરામાં આમ તો ન્યાયશાસ્ત્રનો ઇતિહાસ ખૂબ લાંબો છે. જો આપણે ‘‘ગૌતમના ન્યાયસૂત્રથી (ઈ. સ. ૩૫૦) લઈએ તો ઈ. સ. ૧૦૦૦ સુધીનો ન્યાયદર્શનનો વિકાસ પ્રધાનપણે બૌદ્ધ તાર્કિકોના સંઘર્ષથી થયો છે.’'૯ શ્રી યશોવિજયજીનો સમય ૧૭-૧૮મા સૈકાનો છે. તેઓના અગાઉ વિદ્વાનોમાં નવ્યન્યાયનો ખૂબ ફેલાવો થઈ ચૂક્યો હતો. ‘આ નવ્યન્યાયના મુખ્ય પ્રવર્તકો ચૌદમી શતાબ્દીના મિથિલાના ગંગેશ છે કે જેઓએ ન્યાયતત્ત્વ ચિંતામણી' નામના ગ્રંથમાં નવ્યન્યાયનું વ્યવસ્થિત રીતે વિસ્તૃત વર્ણન કર્યું.’૧૦ નવ્યન્યાયના વિકાસને કારણે સાહિત્ય, છંદ, વિવિધ દર્શન તથા ધર્મશાસ્ત્ર પર વિશેષ વ્યાપક પ્રભાવ પડ્યો. આ વિકાસના પ્રભાવથી બૌદ્ધ અને જૈન સાહિત્ય વંચિત રહ્યાં હતાં. બૌદ્ધ સાહિત્ય માટે આ ત્રુટિ પુરાવી આમેય સંભવ ન હતી, કારણ કે બારમી અને તેરમી સદી બાદ ભારતનાં બૌદ્ધ વિદ્વાનોની પરંપરા માત્ર નામની જ રહી હતી. પરંતુ જૈન સાહિત્યમાં તો આ ત્રુટિ સામે જ ખટકતી
૮ ‘જ્ઞાનબિન્દુ પ્રકરણ’– સિંધી પ્રકાશન (હિન્દી) પા. ૬૩ ૯ ‘ન્યાય વૈશેષિક દર્શન’- લે. નગીન શાહ પા. ૪૪૮ ૧૦ ‘જૈન તર્ક ભાષા’– સં. ઈશ્વરચંદ્ર શર્મા (હિન્દી) પા. ૧૨
યશોભારતી 1 ૧૫૦