________________
ઉપાધ્યાય યશોવિજય, જૈન પરંપરા પ્રમાણે આચાર્ય બન્યા ન હોવા છતાં તે આચાર્ય કરતાં પણ વિદ્યા અને સાહિત્યમાં તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. કાશીમાં અનેક મુશ્કેલીઓ વેઠીને ન્યાયવિદ્યાનો અભ્યાસ કર્યો હતો અને પંડિતો પાસેથી “ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ પ્રખર તૈયાયિક અને શાસ્ત્રવેત્તા હોવા છતાં તેમની દષ્ટિ સમન્વયકારી હતી. તપોનિષ્ઠ અને આચારનિષ્ઠ ઉપાધ્યાય અને પ્રભાવક સાધુ તરીકે તેમણે કેવળ જૈન શાસનની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય શાસનની ઉત્તમ સેવા કરી છે. જૈન પરંપરામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી બીજી કોઈ જૈન આચાર્યે વિવિધ વિષયોમાં ખેડાણ કર્યું હોય તો ઉપાધ્યાય યશોવિજયનું નામ મોખરે તરી આવે છે. તેઓ તેમના સમયમાં “કૂર્ચાલી શારદ' એટલે કે “મૂછોવાળી સરસ્વતી'નું બિરુદ પામ્યા હતા. વિદ્વતા તેમને બાળપણથી જ વરેલી હતી. તેઓ શ્રુતકેવલી હતા.
આવા દિવ્ય પુરુષનો જન્મ આજથી ત્રણસો વર્ષ ઉપર ઉત્તર ગુજરાતના કનોડું ગામે થયો હતો. પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. તેમનું જન્મનામ જશવંત હતું. પારણામાં હતા ત્યારથી જ તેમના દિવ્ય ગુણો પ્રગટ થયા હતા. સમય થતાં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. કેટલાંક વર્ષ રાજનગર અમદાવાદને તેમણે કર્મભૂમિ બનાવી હતી અને સંવત ૧૨૯૯માં સંઘ સમક્ષ અષ્ટાવધાનો કરીને હાજર રહેલા સૌને ચક્તિ કરી દીધા હતા. કાશીમાં ન્યાયવિદ્યાનો અભ્યાસ કરીને આગ્રા થઈને તેઓ જ્યારે રાજનગર અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદનો સૂબો મહોબતખાન તેમનાં અવધાનોથી પ્રસન્ન થયો હતો અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. - ત્રેપન વર્ષના આયુષ્યમાં એમણે પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ વિષયો પર અનેક રચનાઓ કરીને જૈનધર્મની પ્રભાવના કરી છે. તેમનામાં આટલી બધી વિદ્વત્તા હોવા છતાં સામાન્ય શ્રોતાને સરળતાથી સમજાય તેવી શૈલીમાં તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. એમની પ્રતિભા એવી હતી કે એમની વાણી સાંભળવા માટે જૈન અને જૈનેતર શ્રોતાઓ તત્પર રહેતા હતા.
એમણે સર્જેલ સાહિત્યનું મૂલ્યાંકન કરવાનું મારું કોઈ ગજું નથી પરંતુ ન્યાય અને યોગદર્શનની સમજ વિસ્તારવામાં એમણે કેટલાક મહત્ત્વના ગ્રંથો રચ્યા છે, જેમાં નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી, ન્યાયાલોક,
- યોભારતી g 10