________________
(ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની
દાર્શનિક પ્રતિભા
હેમંત જે. શાહ
સન્મતિ તક મૂળના કર્તા આચાર્ય સિદ્ધસેન દિવાકર પછી લગભગ બારસો વર્ષે, એક હજારથી પણ વધુ ગ્રંથોના કર્તા મહાન જ્યોતિર્ધર શ્રીમાનું હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષે, યોગ અને અહિંસાના મહાન પ્રચારક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યજી અને શ્રી હીરવિજયસૂરિજી પછી તુરત જ અને શ્રી આનંદઘનજીની સાથે જ જૈન દર્શનના મહાન દાર્શનિક અને જૈન સાહિત્યની વિવિધ રીતે પુરવણી અને ઉપાસના કરનાર શ્રીમદ્ યશોવિજયજીનો સમય આવે છે. વિક્રમના સત્તરમા-અઢારમા સૈકામાં તેમનો જન્મ ગુજરાતના અણહિલપુર પાટણની નજીક કન્ડોડા ગામમાં થયો હતો. તેઓશ્રીના જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ ચોક્કસ રીતે ઉપલબ્ધ થતી નથી, છતાં મુનિ શ્રી કાન્તિવિજયજીએ લખેલ “સુજસવેલી ભાસ” નામના ગ્રંથમાં ઉપાધ્યાયજીના જીવન અંગેની કેટલીક હકીકતો જાણવા મળે છે.
જૈન ધર્મના પરમ પ્રભાવક એવા આ મહાપુરુષની સ્મરણશક્તિ બાળપણથી જ તીવ્ર હતી. તેઓ સં. ૧૬૮૮માં બાલ્યવયમાં દીક્ષિત બન્યા અને સં. ૧૭૧૮માં તેઓને ઉપાધ્યાય પદવી મળી. તે સમયે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવને કારણે તેઓ કાશીના વિદ્યાધામમાં ગયા જ્યાં તેઓએ ઉપનિષદો, વેદો, પદર્શનો, બોદ્ધદર્શન તેમ જ જૈનદર્શન વ. વિવિધ દર્શનોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને તે ઉપર તેઓએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું. તેઓ “પડ્રદર્શનવેત્તા' તરીકે પંકાયા અને અનેક વિદ્વાનો તેમ જ અધિકારીઓ સમક્ષ તેમણે કરેલા શાસ્ત્રાર્થોને કારણે તેમ જ તેમના અગાઘ પાંડિત્યપૂર્ણ ગ્રંથોથી પ્રસન્ન થઈને વિદ્વાનોએ શરૂઆતમાં “ન્યાયવિશારદ'ની અને ત્યાર બાદ “ન્યાયાચાર્યની પદવીથી તેઓને અલંકૃત કર્યા હતા. પોતાના સમગ્ર જીવન દરમ્યાન તેઓએ લગભગ એકસોથી વધુ ગ્રંથોની રચના ઉપરાંત
યશોભારતી n 17