________________
જાણવાં પડે. દર્શનિક પ્રતિભા સમજવા માટે આપણે એ જાણવું જોઇએ કે દર્શન અથવા તત્ત્વજ્ઞાન એ સમગ્ર જીવનનું કે તેના કોઈ એક પાસાનું બૌદ્ધિક વિશ્લેષણ અથવા તો અંતઃસ્ફુરણાત્મક દર્શન છે. આ દર્શન જીવનના જે તે પાસાના મૂળગામી સત્યોના સંદર્ભમાં જ હોવાનું. બહુ જ સાદી ભાષામાં કહીએ તો જે વ્યક્તિ આવું બૌદ્ધિક વિશ્લેષણ કરે અથવા જેને અંતઃસ્ફુરણા દ્વારા મૂળગામી દર્શન થાય તેને દાર્શનિક કહેવાય. આવી વ્યક્તિનું વ્યક્તિત્વ દાર્શનિક વ્યક્તિત્વ કે પ્રતિભા દાર્શનિક પ્રતિભા કહેવાય. આમ બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા જીવ, જગત, ઈશ્વરનાં રહસ્યોને પામનાર ડેકાર્ટ, શંકરાચાર્ય, ઉમાસ્વાતિ કે કેમચંદ્રાચાર્યને પણ દાર્શનિક પ્રતિભા કહી શકાય અને અંતઃસ્ફુરણા દ્વારા અસ્તિત્વનાં રહસ્યોને પામનાર જીસસ ક્રાઈસ્ટ, મહાવીર, બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ વ.ને પણ દાર્શનિક પ્રતિભા કહી શકાય. આવી દાર્શનિક પ્રતિભાનું દર્શન સાપેક્ષ નહિ પરંતુ નિરપેક્ષ, સનાતન, શાશ્વત અને ડહાપણને પ્રતિબિંબિત કરનારું હોય છે અને માટે જ દાર્શનિકને સમગ્ર કાળ અને અસ્તિત્વનો દ્રષ્ટા પણ કહેવામાં આવે છે. મહાન ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો દાર્શનિક વ્યક્તિના ચારિત્ર્યના ગુણોમાં ‘શાશ્વત અને સનાતન સત્યો પ્રત્યેનો અગાધ પ્રેમ, જ્ઞાનની તીવ્ર ઝંખના, સંયમીપણું, મનની વિશાળતા, સર્વ સમયની સર્વ વાસ્તવિકતાનું દર્શન કરવાની શક્તિ, મૃત્યુથી અભય, વાણીવર્તન અને વિચારમાં સંતુલનપણું અને સદા સત્ય, ન્યાય, હિંમત અને શિસ્તના સહયારિપણા'ને' મુખ્ય ગણાવે છે. ટૂંકમાં જ્ઞાન-દર્શનનો પ્રકાશ, સંયમ,તપ, પ્રેમ અને દિવ્ય દૃષ્ટિ એ કોઈ પણ પ્રતિભાસંપન્ન દાર્શનિકના મુખ્ય ગુણો ગણાવી શકાય.
દાર્શનિક પ્રતિભાના ઉપર્યુક્ત ગુણો મુખ્યત્વે તેના ચારિત્ર્યના ગુણો છે. આ ઉપરાંત કોઈ પણ દાર્શનિક પ્રતિભાસંપન્ન પંડિતમાં મેધાવી બુદ્ધિશક્તિને કારણે અદ્ભુત અર્થઘટન, અભિવ્યક્તિ અને વિચારોની સુસંગતતા તેમ જ સુતર્ક પણ જણાવાના. આ પ્રકારની યોગ્યતા જે તે સમયના અનેક આચાર્યો અને પંડિતોમાં કે જેઓ દાર્શનિક છે તેઓમાં જોવા મળે છે અને બધું શ્રી યશોવિજયજીમાં હોવા છતાં તેઓની વિશેષતા માત્ર ગુજરાતના જ નહીં પણ બધી પરંપરાના ભારતીય પંડિતોથી નિરાળી અને વિરલ છે. તે વિશેષતા એટલે અનેક વિષયોના પાંડિત્ય અને સર્જન ઉપરાંત તેઓની કૃતિઓમાંથી પ્રગટ થતું ૪. પ્લેટોનું રિપબ્લિક (પેંગ્વીન બુક્સ) પા. ૨૪૪
યશોભારતી ૧૧૪૬