________________
ખંડનખંડખાદ્ય દ્વાત્રિશિકા નોંધપાત્ર છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં તેમણે સરલ ચોવીશીઓ અને વીસીઓની તેમ જ અનેક રોચક પદ્યોની રચના કરી છે. તેમનાં અનેક સ્તવનો પણ તેમનાં જ્ઞાન-ભક્તિનાં સાક્ષીરૂપ છે. તેમને કવિ કહેવા, દાર્શનિક કહેવા, પંડિત કહેવા, નૈયાયિક કહેવા, આલંકારિક કહેવા કે યોગી કહેવા- એવી સર્વતોમુખી પ્રતિભા તેઓ ધરાવતા હતા. આમ છતાં તેઓ ઉપાધ્યાય” તરીકે જ કીર્તિ અને આદર પામ્યા. ગુજરાતની પ્રજામાં ઘર્મ અને સંસ્કારિતા હશે ત્યાં સુધી ઈતિહાસમાં એમનું નામ અમર રહેશે.
મારા લેખની સમાપ્તિમાં એક નમ્ર સૂચન કરવાનું મન થાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારે ઉપાધ્યાય યશોવિજયજીના નામની “ચૅર' ત્યાં સ્થાપવામાં આવે અને તેમના સાહિત્યનો અભ્યાસ કરવામાં આવે એવી કોઈ વ્યવસ્થા વિચારવા સકલ સંઘને વિનંતી. જિન શાસનનો જય હો, ઉપાધ્યાય યશોવિજયજીનો પણ જય હો!
- ચાના ગ્રાહક n ૧૩