________________
કાંલી શારદ : ઉપાધ્યાય યશોવિજય
ડૉ. ચીનુભાઈ નાયક
n
સૌ પ્રથમ હું વંદે સત્ત્વમ્ નું ઉચ્ચારણ કરું છું. બીજી વંદના અરિહંત ભગવાનોને કરું છું અને ત્રીજી વંદના તમારા અને મારામાં જે આત્મ તત્ત્વ પડેલું છે તેને કરું છું. આપ સૌ જાણે છો કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ત્રણસોમી જન્મજયંતી ઉજવવા માટે આપણે તેમનું ગુણકીર્તન કરવા એકત્ર થયા છીએ. આપણને પ્રશ્ન થાય કે આજના અણુવિજ્ઞાન અને યંત્રવિદ્યાના જમાનામાં આવા ધાર્મિક પ્રસંગો ઉજવવાનો કોઈ અર્થ ખરો ? હા, અર્થ જરૂર છે. જે મહાપુરુષોને જીવનનું સમ્યક્ દર્શન લાધ્યું છે, અને જેઓને દર્શનમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી ઉમદા ચારિત્ર્ય પ્રાપ્ત થયું છે એવાનું ગુણકીર્તન કરીને આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ અને આપણા જીવનને મુલાયમ બનાવી શકીએ. વિજ્ઞાનની સિદ્ધિઓ અને અઢળક ભૌતિક સાધન-સામગ્રીનો આપણને નશો ચડ્યો છે. સંપત્તિ, સત્તા અને સિદ્ધિઓના અહંકારને કારણે આપણું જીવન તોછડું અને બરછટ બન્યું છે. શ્રદ્ધા, અહિંસા, પ્રેમ, કરુણા, સદ્ભાવ વગેરે સદ્ગુણોને આપણે અભરાઈએ ચડાવ્યા છે. પ્રગતિના નામે આપણે આપણા આત્માને અધોગતિ તરફ ધકેલી રહ્યા છીએ, જેનો કોઈ અણસાર આપણને નથી ! આવી પરિસ્થિતિમાં ઉપાધ્યાય યશોવિજયજી જેવા જ્ઞાની અને દાર્શનિક પુરુષનું ગુણકીર્તન કરીને આપણે તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીએ એવો શુભ આશય આ ઉજવણીનો છે. અમેરિકન કવિ લોંગફેલોએ તેના એક કાવ્ય PSALM OF LIFE માં કહ્યું છે ઃ
Lives of great men all remind us, We can make our life sublime.
એટલે કે મહાપુરુષોના જીવનનું સ્મરણ કરીને આપણે આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ.
સાદી માર૬ ૭ ૧૪૧