________________
એમના સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોનું પઠન-પાઠન કરવા માટે સમગ્ર જિંદગી પણ ઓછી પડે તેમ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ વચ્ચેના ‘જુગવં નથી દો ઉવઓગા’ અંગેના મતભેદની તેમણે સંકલના કરી છે.
પૂજ્ય ઉપાધ્યાય ગણિવરે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના નવનિર્માણ અને અનેક ગ્રંથોની રચના ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ સજ્ઝાયો, સ્તવનો, રાસો, વગેરે અનેકવિધ સાહિત્ય સર્જ્યું છે.
પૂજ્ય અધ્યાત્મયોગી આનંદધનજી મહારાજે અનંતનાથ ભગવાનના સ્તવનમાં –‘ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે’’ તેમ ઉપાધ્યાય યશોવિજયજી ગણિવરે પણ -ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે'' તે શ્રીસીમંધરસ્વામીના સ્તવનમાં લખી તે કાલની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે.
(૮) પૂ. ઉપાધ્યાય યશોવિજયજીના કાળમાં થયેલા વિદ્વાન ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ અને ઉપાધ્યાય માનવિજયજી મહારાજ જેવા સમર્થ વિદ્વાનો થયા છે. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે ‘લોક પ્રકાશ'ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારની રચના ઉપરાંત લધુહેમપ્રક્રિયા કલ્પેસુબોધિકા, શાંત સુધારસ ભાવના, વગેરે અનેક સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે તથા સ્તવનો, સજ્ઝાયો વગેરે પણ તેઓના બનાવેલા આજે પણ ઉપલબ્ધ છે, તેમ જ ઉપાધ્યાય માનવિજયજી મહારાજે ધર્મસંગ્રહના બે ભાગ શ્રાવકધર્મ અને યતિધર્મ - જણાવનારા અનેક શાસ્ત્રોની આધારયુક્ત રચના કરી છે. આ બંને સમકાલીન પ્રકાંડ વિદ્વાનોના અતિ પરિચિત અને શ્રદ્ધેય ઉપાધ્યાયજી મહારાજ રહ્યા છે. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજના રાંદેલમાં અવસાન પછી તેમનો અધૂરો રહેલ શ્રીપાળરાજાનો રાસ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પૂર્ણ કરેલ છે. તેમાં પણ નવપદની વ્યાખ્યા અને લક્ષણો અદ્ભુત રીતે રજૂ કર્યાં છે.
શ્રી માનવિજયજી મહારાજના લખેલ ‘ધર્મસંગ્રહ' ગ્રંથનું સંશોધન ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે કરેલું છે, એટલું જ નહીં પણ તેમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં તેમણે નવ્ય ન્યાયયુક્ત ટિપ્પણીઓ અને ઉમેરો કર્યો છે. આમ તે કાળના બંને સમર્થ વિદ્વાનોના શ્રદ્ધેય રહ્યા છે.
-
ઉપાધ્યાયજી મ.ના રચેલા જ્ઞાસારનાં ૩૨ અષ્ટકો એકેક વિષયને તલસ્પર્શી સચોટ રીતે પ્રતિપાદન કરે છે. તેમની કોઈ પણ રચના જુઓ. તે સંસ્કૃતમાં હોય, પ્રાકૃતમાં હોય કે ગુજરાતીમાં હોય-તે ઊંડાણવાળી,
પોવિજયજી દિવ ૩ ૧૩૯