________________
સુજસવેલી ભાસની રચના શ્રીયુત્ કાન્તિવિજયજી મહારાજે તેમના સમકાલીન કાળમાં કરી છે. અને તેમાં જણાવ્યા પ્રમાણે વિ.સં. ૧૬૮૮માં કુણગેરમાં ચોમાસું કર્યા બાદ શ્રી નયવિજયજી મહારાજ કનોડા પધાર્યા. કુણગેરથી કનોડા બહુ બહુ તો પાંચથી છ ગાઉ દૂર હશે. અહીં પિતા નારાયણ, માતા સોભાગદેવી અને તેમના બે પુત્રો - જશવંતસિંહ અને પદ્મસિંહ પરિચયમાં આવ્યા. તેમની દીક્ષા પાટણમાં થઈ. વડી દીક્ષા શાસનનાયક વિજય-દેવસૂરિ મહારાજને હાથે થઈ, જે વિજયદેવસૂરિ ગચ્છની પરંપરા આજે પણ ચાલે છે. તપાગચ્છના વર્તમાન તમામ સાધુઓ – સાગર, વિજય અને | વિમલ નામાંકિત તમામ દેવસૂર પરંપરાના છે.
ઉપાધ્યાય યશોવિજયજી ગણિવર પોતાના ગ્રંથમાં લખે છે કે – “મારી વડી દીક્ષા વખતનો વાસક્ષેપ વિજયદેવસૂરિ મહારાજના હાથનો છે. આ માટે હું | ગૌરવ અનુભવું છું.” આ વાતનો ઉલ્લેખ મેં આજથી ૪૦ વર્ષ પહેલાં પ્રસિદ્ધ કરેલ “પર્વતિથિ' ગ્રંથમાં કરેલ છે.
આ વિજયદેવસૂરિ મહારાજના વખતમાં ૨૫૦૦ સાધુઓ, ૩૦૦ પંન્યાસો અને ર૭ ઉપાધ્યાયો હતા. પૂજ્ય જગદ્ગુરુ આચાર્ય હરસૂરિ, પૂજ્ય આચાર્ય વિજયસેનસૂરિ અને પૂ. આ. વિજયદેવસૂરિ મહારાજ સુધી તપાગચ્છમાં એક જ આચાર્ય હતા. આ પરંપરા વિજયપ્રભસૂરિ સુધી ચાલી. વિજયપ્રભસૂરિના કાળમાં રાજ્યની અંધાધૂંધી છતાં આ ઉપાધ્યાયો અને પંન્યાસોએ જુદા જુદા અનેકવિધ ગ્રંથોની રચના કરી છે.
(૭) સુજસવેલી ભાસમાં પૂ. યશોવિજયજી ગણિવરનો પરિચય આપતાં | અમદાવાદના શેઠ ધનજી સુરાએ પૂ. નયવિજયજી મ. ને શ્રી યશોવિજયજીને | કાશી ભણવા મોકલવા માટે વિનંતી કરી. ભણાવવા માટે બ્રાહ્મણ પંડિતને પૈસા આપવાની તૈયારી બતાવવી, કાશીમાં રહી ભણવા ઉપરાંત, વાદી સાથે વાદ કરી જીત મેળવવી, ન્યાયવિશારદ પદ મેળવવું, કાશી બાદ આગ્રામાં ૪ વર્ષ રહી વધુ અભ્યાસ કરવો, રહસ્યાંકિત ૧૦૮ ગ્રંથોની રચના કરવી, તેમ જ તેમનાં નામ, માતાપિતા, ગામ અને દિક્ષાના કાળ વગેરે હકીકતો સુજસવેલી રાસમાં સુવિસ્તૃત રીતે જણાવી છે. તેથી સુજસવેલી રાસની બધી હકીકત લેખ વિસ્તૃત થવાના ભયે અહીં જણાવી નથી.
તેમના રચેલા ગ્રંથો જ્ઞાનસાર, અધ્યાત્મસાર વગેરે અને પૂ. હરિભદ્રસૂરિ મ. ના અનેક ગ્રંથો ઉપરની ટીકાની તેમની રચના ખૂબ જ સુંદર છે.
( યશોભારતી n ૧૩૮
)