________________
દાખલો આપું. પહેલાં અમારા કુટુંબની અટક દોશી, પછી પટવા, પાટણમાં હતી. પાટણથી સ્થળાંતર કરી રણુંજ આવ્યા પછી ગાંધી અટક થઈ. અને કુટુંબના સભ્યો કોઈ પાટણ, કોઈ રણુંજ અને કોઈ મહારાષ્ટ્રના અમલનેરમાં જઈ વસ્યા. આવું અનેક કુટુંબોમાં બન્યું છે. ઉનાવા, મણુંદ અને વિજાપુરની આસપાસના કેટલાયે વણિકો આજથી ૧૫૦ વર્ષ પહેલાં જ્યારે રેલવેનું પણ સાધન ન હતું ત્યારે મહારાષ્ટ્રમાં ગયા છે. આ મહારાષ્ટ્રમાં ગયેલા કેટલાક મહારાષ્ટ્રના વણિક વાનીઓ સાથે કન્યાઓની લેવડદેવડમાં ભળી ગયા છે,
જ્યારે કેટલાક આજે ૧૫૦ વર્ષ થયા છતાં જૂના ઉત્તર ગુજરાતનાં ગામો સાથે લેવડદેવડનો સંબંધ રાખે છે. આમ કાળના પ્રભાવે ઘણું પરિવર્તન થવા પામ્યું છે.
(૫) આ કનોડું ગામ પાટણથી છ ગાઉ, ગાંભુથી બે ગાઉ અને મારા ગામ રણુંજથી ફક્ત છ-સાત ગાઉ દૂર છે. આ કનોડા ગામમાં વર્ષો થયાં, એક પણ જૈનનું ઘર નથી કે દેરાસર, ઉપાશ્રયનું નામનિશાન નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે પાટણના મૂળ વતનીઓ ધંધાર્થે જુદાં જુદાં ગામડાંઓમાં ઘરવાસ કરી રહેતા હતા. જેમ ગાંભુમાં સંઘવી શ્રી નગીનદાસ કરમચંદના વડવાઓ વર્ષો સુધી વ્યાપાર વણજ કરતા હતા અને ગાંભુના કેટલાક મૂળ વતનીઓ પાટણ અને ગાંભુ બન્નેમાં રહેતા હતા. આવું કનોડાનું પણ બનવાજોગ છે. પાટણ, ગાંભુ કે ધીણોજના વતનીઓ પૈકીનું કોઈ કુટુંબ રહેતું હોવું જોઈએ.
() ઉપાધ્યાય યશોવિજયજી ગણિના નામ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાયેલી છે. જેમકે – કાશીથી આવ્યા બાદ પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવાના પ્રસંગે શું બોલવું તે વિચાર કરતાં, કોઈ બટકબોલા શ્રાવકે કહ્યું – “મહારાજ, કાશીમાં આટલાં વર્ષ રહી ઘાસ કાપ્યું કે સક્ઝાય બોલવામાં વિચાર કરવો પડે છે ?” મ. સાહેબે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. બીજે દિવસે “સુકૃતવલ્લી કાદંબિની, સમરી સરસ્વતી માયા'થી આરંભી સમક્તિ ૬૭ બોલની સઝાય કહેવા માંડી. એક, બે, ત્રણ, ઢાળ બોલ્યા છતાં પૂરી ન થવાથી પેલો બટકબોલો શ્રાવક બોલ્યો – “હવે આ સઝાય ક્યારે પૂરી કરશો ?” ત્યારે મહારાજે કહ્યું – કાશીમાં ઘાસ કાપ્યું તેના પૂળા વળાય છે.”
આવી આવી ઘણી કિંવદંતીઓ તેમના નામે પારંપરિક ચાલી આવે છે. પણ સુજસવેલી ભાસ મળ્યા પછી સત્તાવાર તેમનું જીવન આપણને સાંપડે છે. આ સુજસવેલી ભાસ ન મળ્યો હોત તો આવી ઘણી કિંવદંતીઓ મોં-માથા વગર ચાલ્યા જ કરત.
શોવિજયજી ગરિવર ૧૩મે