________________
અમીરી જીવનની અમીરી છે અને એ અમીરીની વહેંચણી ખરેખર ઉચ્ચ કોટિની અમીરી છે. જેનું જીવન અમૃતભાવોથી ભરેલું હોય તેવા સાધુ-સંતોના જીવનમાં ડોકિયું કરનારાઓ અમૃતરસનું આસ્વાદન કરી શકે છે. ત્યાગી ગુરુભગવંતોનો સથવારો માનવી જ્યાં સુધી મેળવી શકતો નથી, ત્યાં સુધી તેનું જીવન અશાંતિ, અસંતોષ અને અસમાધિરૂપી વિષથી ભરેલું રહે છે. ઝેર પીનારાઓ તો ઘણા જોયા, પણ આજે તો ઝેર પી-પીને છાકટા થનારાઓનો કોઈ પાર નથી. એનું કારણ છે મોહ. મોહનો સંતાપ વિષને અમૃત મનાવીને એવો ભ્રમ ઉત્પન્ન કરે છે કે તેને અમૃત ગમતું નથી. એટલું જ નહીં, પણ અમૃતને અમૃત માનવા કોઈ પણ હિસાબે તૈયાર થતો નથી. મોહસંતાપ એટલે જ આપણા શરીરમાં રહેલા ચેતનને ભૂલવો અને શરીરસુખમાં જ રાચવું, તેનામાં સ્વર્ગીય આનંદનો અનુભવ કરવો. આને જ ભારતીય સંસ્કૃતિના આત્મા ઉપર કુઠારાઘાત કહેવાય.
મોહનો સંતાપ એટલે જ ગુણોને વિકસિત કરવાને બદલે સંખ્યાને વિકસિત કરવી. સંખ્યા શેની ? અવગુણોની. અવગુણોને વધતા રોકવા માટેની ખમીરીનો નાશ એટલે ગરીબીની વૃદ્ધિ અને વસ્તીવધારો. હિંસાને હિંસા ન માનવાનું કારણ હોય તો તે મોહ છે. મોહ શરીર પ્રત્યે મહોબ્બત વધારે છે. તે શરીરસુખમાં જ સર્વસ્વ માને છે. તેના માટે તનતોડ મહેનત પણ આદરે છે, પણ દરેક જાતના પ્રપંચોની માયાજાળમાં સપડાઈ જાય છે. સદાચારને દૂરથી સલામ કરી દે છે. સદાચારીની હાંસી ઉડાડવામાં ગૌરવ માને છે. ચેતનને ભૂલનારા માનવી અજ્ઞાની છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે અમૃત પીનારા આજે ઝેરને અમૃત કેમ માની રહ્યા છે ? અમૃતના રસપાનની તૃષા જ હણાઈ ગઈ છે.
સ્વાર્થાંધતાએ માઝા મૂકી છે તે દેખાય છે ?
જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં અજ્ઞાન, સ્વાર્થ, ઈર્ષ્યા, અભિમાન, કપટ, ક્રોધ, લોભ, રાગ અને દ્વેષરૂપી ચોરી કરડી પણ શકતાં નથી. જ્ઞાનના પ્રકાશમાં સ્વશક્તિનું ભાન થાય છે અને તેથી સ્વચિત્તનું જે ડામાડોળપણું છે તેનું નિવારણ થાય છે. સંતોના જીવનમાં આ જ્ઞાનનું ઝરણું પ્રગટે છે તે જ્ઞાનની આ વાત છે. તે જ્ઞાનને અમૃત માનવામાં આવ્યું છે અને એ જ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. આખું વિશ્વ શા માટે ભારતની ભૂમિમાં જીવવા માટે ઝંખે છે ? એનું જો કારણ હોય તો તે એક જ છે. શરીર જેવી બૂરી ચીજ એકેય નથી અને શરીરના સુખની
અમૃતવેલની સજ્જાપ D 25