________________
સ્વામી તમે જો ચાંદ તો અમે ચાંદની છીયે. તમે જો વૃક્ષ તો અમે વેલડી છીયે. સૂકાઈ જશું પણ મૂકશું નહિ. તમે જો આંબો તો અમે મંજરી છીયે. તમે જે પંકજ તો અમે બાગ છીયે. તમે જો સૂરજ તો અમે પઘિનિ છીયે.
તમે જો રસ તો અમે રંગ છીએ.” આવી અનેક ઉપમાઓ આપી છે. પત્નીઓના પતિવ્રતત્વને બિરદાવ્યું
પરોઢ થયું અને પત્નીઓએ સાસુ, સસરા પાસે જઈને પ્રણામ કરી આશિષ માંગ્યા. બસ ! અમે હાર્યા અને એ જીત્યા ! એમનો જે પંથ અમારો પણ તે પંથ. આપ આશિષ આપો. અમારો માર્ગ કલ્યાણકારી બને.
તાજી પરણેલીનો આ વિરાગ જોઈને સાસુ-સસરા ને આઠેનાં માતા-પિતા પણ વિરાગી થયાં. પ્રભવાદિ ૫00 ચોરોને પણ વૈરાગ્ય થયો. બધો રસાલો લઈને બૂકુમાર સુધર્માસ્વામીના ચરણોમાં દીક્ષા લેવા માટે નીકળ્યા. અભૂતપૂર્વ વર્ષીદાનનો વરઘોડો ચડ્યો અને જિન મંદિરોમાં મહોત્સવ વગેરેનો પ્રારંભ થયો. કુલ પર૭ના વિશાળ પરિવાર સાથે સુધર્માસ્વામીજીના ચરણોમાં જંબૂકુમારે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. જંબૂસ્વામી સુધર્માસ્વામીના શિષ્ય બન્યા. પ્રભવ જંબૂસ્વામીના શિષ્ય બન્યા. અને ૪૯૯ ચોરો પ્રભવસ્વામીના શિષ્યો બન્યા. સુધર્માસ્વામી ગણધરની છત્રછાયા નીચે સહુ સંયમારાધના કરવા લાગ્યા. વર્ષો જતાં સુધર્માસ્વામીએ જેબૂસ્વામીને પોતાની પાટે સ્થાપ્યા અને સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.