________________
કડકડાટ બોલી ગયો. માનું હૈયું હેત અને હેરત બંનેથી ઉભરાયું. વાત આખા ગામમાં ફેલાઈ. જસવંત માની સાથે ઉપાશ્રયે જતો, સ્તોત્ર એકાગ્રચિત્તે સાંભળતો, તે તેને કંઠસ્થ થઈ ગયું હતું. પૂજ્ય પં. શ્રી નવિજયજી મહારાજ કનોડા આવ્યા, તેમણે વાત જાણી. ધર્મ અને વૈરાગ્યનો ઉપદેશ માતાને આપી, તેજસ્વી પુત્ર તરફ મીટ માંડી ગુરુ મહારાજ બોલ્યા:
“આવું રત્ન શાસનને સમર્પિત થાય તો સ્વના કલ્યાણ સાથે અનેક આત્માના પરકલ્યાણમાં તે નિમિત્ત બને”. માતા પ્રસન્ન થઈ, ભાઈ પદ્ધસિંહ તૈયાર થયા, સૌ પાટણ ગયાં, નિર્ણિત મુહૂર્ત બંને ભાઈઓની દીક્ષા થઈ; જસવંત અને પાસિંહ અનુક્રમે યશોવિજય અને પદ્મવિજય બન્યા.
એક વાર મહારાજશ્રી સાથે કનોડા (ગુજરાત) આવ્યા. પછી તો ગામેગામ વિહાર કરતાં કરતાં નયનવિજયજી મહારાજની છત્રછાયામાં મુનિ યશોવિજ્યજી અભ્યાસ–રક્ત થયા. જોતજોતામાં કર્મગ્રન્થ, ઉપદેશમાળા, વ્યાકરણ, અભિધાનકોશ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. જ્ઞાનની અનેક શાખા પ્રશાખાઓ આત્મસાત્ કરી લીધી.
વિ.સં. ૧૬૬૬માં યશોવિજયજી ગુરુમહારાજ સાથે રાજનગર એટલે અમદાવાદ પધાર્યા. તેમની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈ સંઘે સકલ સંઘ સમક્ષ અવધાનનું આયોજન કર્યું. આઠ મોટાં અવધાને યશોવિજયજીની કીર્તિ સર્વત્ર ફેલાવી દીધી. '
એક અખૂટ શાસનપ્રેમી, નામે ““ધનજી સૂરા”એ ગુરુશ્રીને વિનંતી કરી, અર્થની વ્યવસ્થા કરી તેમને કાશી વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા. ભાવના હતી. “જૈન જયતિ શાસન”ને બીજા કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્ર સૂરિજી મ. મળે, શાસનની શાન વધે, સમાજ બલવત્તર બને અને કાશીના એક ખ્યાત વિદ્યાલયમાં ભટ્ટાચાર્યજીને ગુરુ બનાવી ત્રણેક વર્ષમાં તો ષડ્રદર્શનમાં તેઓ પારંગત બન્યા. એક સમર્થ પંડિત સાથે શહેરમાં શાસ્ત્રાર્થ થયો, પંડિત હાર્યો. કાશીના પંડિતોએ આશ્ચર્યચકિત થઈ જૈન મુનિને “ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નાં બિરુદ અર્પણ કર્યા.
યશોવિજયજીને ગુરુ ભટ્ટાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત થયા. “હવે તો તમે ભણાવો, ગ્રંથ રચો, વિદ્યાનો અનેકાનેક રૂપે વિકાસ કરો અને સમાજની તથા શાસનની સેવા કરો.” બ્રાહ્મણ પંડિતો તથા જૈનો સૌને માટે ગૌરવ વધારનારી આ ઘટનાનું મહત્ત્વ એ બાબતમાં છે કે બ્રાહ્મણ પંડિતોની સભાએ એક જૈન
Eા ઉપાધ્યાય