________________
(શ્રીમાન યશોવિજયજી) ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
• જે વિરલ વિભૂતિરૂપ મહાજ્યોતિર્ધરો જિનશાસનના ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રી યશોવિજયજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી પછી અત્યાર સુધીમાં શ્રી આનંદઘનજી આદિના અપવાદ સિવાય તેવી પ્રખર શ્રત-શક્તિવાળો બીજે તત્ત્વજ્ઞાની મહાત્મા થયો હોય એવું જણાતું નથી. એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની બુદ્ધિમત્તા કેવી કશાગ્ર હતી, એ તો એમની સૂક્ષ્મ વિવેકમય તીક્ષ્ણ પર્યાલોચના પરથી સ્વયં જણાઈ આવે છે અને આપણને તાર્કિકશિરોમણિ કવિકુલગુરુ સિદ્ધસેન દિવાકરસૂરિનું સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાલતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શનો પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યચ્ય વૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તો એમની સર્વ દર્શનોની | તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે અને આપણને ષડ્રદર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની યાદ તાજી કરાવે છે. વામના સમસ્ત ક્ષેત્રને વ્યાપ્ત કરતું એમનું મૌલિક સાહિત્યસર્જન કેટલું બધું વિશાળ છે અને કેવી ઉત્તમ પંક્તિનું છે, તે તો એમના ચલણી સિક્કા જેવા ટંકોત્કીર્ણ પ્રમાણભૂત વચનામૃત પરથી સહેજે ભાસ્યમાન થાય છે અને આપણને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. અધ્યાત્મયોગ વિષયનો એમનો અભ્યાસ કેટલો બધો ઊંડો છે અને આત્મજ્ઞાન-ધ્યાન પ્રત્યેની એમની અભિરુચિ કેવી અદ્ભુત છે, તે તો એમનાં અધ્યાત્મ-યોગ વિષયક ગ્રંથરત્નો પરથી સ્વયંસિદ્ધ થાય છે અને આપણને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ કરાવે છે. આમ આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય, દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હોય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્ય હોય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદધનજીના અનુગામી હોય એમ આપણને
યમોભારતી n (