________________
નિર્માનિતા! કેવી સરળતા! કેવી નિદભતા! કેવી ગુણગ્રાહિતા! આને બદલે બીજો કોઈ હોત તો? તેને અભિમાન આડું આવી ઊભું રહેતા કે, “હું” આવડો મોટો ધુરંધર આચાર્ય, આટલા બધા શિષ્ય-પરિવારનો અગ્રણી ગચ્છાધિપતિ, સમસ્ત વિદ્વત્સમાજમાં સુપ્રતિષ્ઠિત-આવો જે “હું તે શું આવાને નમું ?” પણ યશોવિજયજી ઑર પુરુષ હતા, એટલે આનંદઘનજીનો દિવ્ય ધ્વનિ તેમના આત્માએ સાંભળ્યો ને તે સંતના ચરણે ઢળી પડ્યા. શ્રી યશોવિજયજીને અહીં ! પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હોય એમ જણાય છે કે આ અનુભવજ્ઞાની પરમ યોગી પુરુષની પાસે મારું શાસ્ત્રજ્ઞાન (Theoretical knowledge) શૂન્યરૂપ છે, મોટું મીંડું છે; કારણ કે અધ્યાત્મ વિનાનું-આત્માનુભવ વિનાનું શાસ્ત્ર એકડા વિનાના મીંડા જેવું છે. હું આટલાં વર્ષ ન્યાય, દર્શન આદિ સર્વ આગમ-શાસ્ત્ર ભણ્યો, પણ લોઢું જ રહ્યો, પણ આ આત્મજ્ઞાનના નિધાનરૂપ, પારસમણિ આનંદઘનના જાદુઈ સ્પર્શથી લોઢા જેવો હું સોનામાં ફેરવાઈ ગયો ! એવા સંવેદનથી એમનો આત્મા પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આનંદઘનજીને સર્વ પ્રદેશથી નમી પડ્યો એમ પ્રતીત થાય છે. આમ યશોવિજયજીના પરમાર્થ ગુરુ આ આનંદઘનજીના પ્રસંગ ઉપરથી વર્તમાનમાં પણ જે કોઈ અલ્પશ્રુત અજ્ઞાની જન યત્રતત્રથી કંઈક શીખી લઈ પોતાને જ્ઞાની માની બેસવાનો ફાંકો રાખતા હોય તેને ઘણો ઘડો લેવા જેવું છે અને આ મુદ્દો ખાસ લક્ષમાં લેવા યોગ્ય |
આવા આનંદઘનજી જેવા પરમાર્થ ગુરુના ચરણે જેણે અધ્યાત્મ, યોગ, ભક્તિની પ્રેરણાનું પીયૂષપાન કર્યું હતું, એવા શ્રીમાનું યશોવિજયજી એક આદર્શ સમાજસુધારક અને પ્રખર ધર્મઉદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ છે. એ ખાસ નોંધવા જેવું છે કે તેમનો સુધારો આધુનિકોની જેમ યુદ્ધાતદ્ધા સ્વચ્છંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુદ્ધ આદર્શવાદી છે. ભગવાનપ્રણીત મૂળ આદર્શમાર્ગથી સમાજને ભ્રષ્ટ થયેલો દેખી, ગૃહસ્થોને તેમ જ સાધુઓને વિપરીતપણે-વિમુખપણે વર્તતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ જૈિન સમાજને ખંડખંડ-છિન્નભિન્ન થયેલો ભાળી, તેમનું ભાવનાશીલ સાચી
અંતરદાઝવાળું હૃદય અત્યંત દ્રવીભૂત થયું હતું-કકળી ઊઠ્યું હતું. એટલે જ તે સમાજનો સડો દૂર કરવાના એકાંત નિર્મલ ઉદ્દેશથી તેઓશ્રીએ ભગવાન સીમંધર પાસે “સાડી ત્રણસો” ને “સવાસો ગાથા'ના સ્તવનાદિના વ્યાજથી કરુણ પોકાર પાડ્યો છે કે, “હે ભગવન્! આ જિનશાસનની શી દશા ! અને
( યશોભારતી g ૨૨ )