________________
અંધશ્રદ્ધા ઉડાડી છે અને તેઓને સત્ય શ્રદ્ધા પ્રત્યે દોર્યા છે. સાથે સાથે તેઓએ સુસાધુઓના-નિગ્રંથ વીતરાગી મુનિસ્વરોનાં લક્ષણો સ્પષ્ટપણે બતાવી આદર્શ મુનિપણાની-નિગ્રંથપણાની ભારોભાર પ્રશંસા કરી છે. જેમકે
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ધન્ય ૦ ભોગ પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય ૦ જ્ઞાનવંત જ્ઞાની શું મળતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૦’’ તે મુનિવરો ધન્ય છે કે, જે સમભાવે-રાગદ્વેષ રહિતપણે ચાલી રહ્યા છે ! જે આત્મપરિણતિમય શુદ્ધ ક્રિયારૂપ નૌકાવડે આ ભવસમુદ્રને લીલામાં-રમત માત્રમાં પાર ઊતરી જાય છે ! ભોગ-પંક છોડી દઈ, જે તે ઉપર ઉદાસીન થઈને પંકજ-કમલની જેમ ન્યારા થઈને બેઠા છે, સિંહની જેમ જે આત્મપરાક્રમી શૂરવીર છે-પોતાના આંતર શત્રુઓને હણવામાં વીર છે ને જે ત્રિભુવન જનના આધારરૂપ છે, જે પોતે જ્ઞાનવંત-આત્મજ્ઞાની છે ને જ્ઞાની પુરુષો સાથે હળીમળીને રહે છે, જે તન, મન, વચને સાચા છે અને જે દ્રવ્યભાવથી શુદ્ધ એવી સાચી જિનની વાચા વદે છે, સાચા વીતરગપ્રણીત માર્ગનો ઉપદેશ આપે છે, એવા તે નિગ્રંથ મુનિવરોને-શ્રમણોને ધન્ય છે !
તથારૂપ મુનિગુણ ધારવા જે અસમર્થ હોય, પણ જે શુદ્ધ પ્રરૂપક હોય, તે સંવિજ્ઞપાક્ષિક પણ જિનશાસનને શોભાવે છે, કારણ કે સરળ પરિણામી, નિર્દંભી હોઈ પોતાના સાધુપણાનો દાવો કે ડોળ કરતો નથી, પણ સંવિજ્ઞ પાક્ષિક છીએ, એમ સરળતાથી કહે છે. ઇત્યાદિ વાત પણ ત્યાં વિસ્તારીને ચર્ચા છે.
પણ જેનામાં સારું આદર્શ મુનિપણું પણ નથી, ને જે નિર્દંભ સંવિજ્ઞપાક્ષિક પણ નથી, ને પોતે સાધુ છે, મુનિ છે, આચાર્ય છે, એમ મોટાઇમાં રાચે છે અને બાહ્ય ક્રિયાનો ડોળડમાક ને આડંબર કરે છે, તેની ભવ-અરધટ્ટમાલા ધટે નહિ. એવા કહેવાતા દ્રવ્ય સાધુઓ કે દ્રવ્ય આચાર્યો પોતાનો શિષ્યસમુદાય સંચે છે, પણ મનને ખેંચતા નથી ! અને ગ્રંથ ભણી લોકને વંચે છે, છેતરે છે ! તેઓ કેશ લૂંચે છે, પણ માયાકપટ છોડતા નથી ! આવા જે હોય તેના પાંચ વ્રતમાંથી એકે વ્રતનું ઠેકાણું રહેતું નથી ! માર્ચે મોટાઇમાં જે મુનિ, ચલવે
ટાકડમાલા;
શોભારહે છે