________________
પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો
શ્રી યશોવિજયજીએ સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય, અગિયાર અંગની સક્ઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સઝાય, પાંચ કુગુરુની સઝાય (નાની અને મોટી), જિન પ્રતિમાસ્થાપન સઝાય, અમૃતવેલીની સઝાય (નાની તથા મોટી), ચાર આહારની સક્ઝાય, સંયમ શ્રેણિવિચાર સક્ઝાય, ગુણસ્થાનક સઝાય ઇત્યાદિ સઝાયોની રચના કરી છે. સક્ઝાય - (સ્વાધ્યાય)નો રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સજ્જાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યક્તના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સક્ઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ | ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓમાં ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ. બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં સમુદ્ર વહાણ સંવાદ', “સમતાશતક', “સમાધિશતક”, “પંચ પરમેષ્ઠિ ગીતા”, “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ”, “જબૂસ્વામીબહ્મગીત”, “દિક્યુટ ચોરાશી બોલ”, “યતિધર્મ બત્રીસી', “આનંદઘન અષ્ટપદી”, “જસવિલાસ” (આધ્યાત્મિક પદો), “ઉપદેશમાલા”, “અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', તત્ત્વાર્થ સૂત્રનો ટબો”, “વિચારબિંદુ અને એનો ટબો, “શઠ-પ્રકરણ બાલાવબોધ', “લોક નાલિ બાલાવબોધ”, “જેસલમેરના પત્રો', “સાધુવંદના', “ગણધર ભાસ”, “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે.
“સમુદ્ર વહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ
#