________________
અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દાંતો તથા આધારગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃત ભાષામાં દ્રવ્યાનુયોગ તકણા” નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે.
જંબૂસ્વામી રાસ” અને “દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ બે સમર્થ રાકૃતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયકૃત “શ્રીપાળ રાજાનો રાસ પૂરો કરવામાં શ્રી યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે. સ્તવનો
સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ શ્રી યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાસાહિત્યમાં ચોવીશી (ચોવીસ તીર્થકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીશી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીશી લખી છે. ત્રણ ચોવીશી ઉપરાંત એમણે એક વીસી(વીસ વિહરમાન જિનેશ્વરોનાં વરસ સ્તવનો)ની રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડી ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે છે:
(૧) શ્રી સીમંધરસ્વામીની વિનંતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રીવીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતાં બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન – બાર ઢાળની ૩ ગાથા) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંઘરસ્વામી સ્તવન – એ ત્રણ છે.
ત્રણ ચોવીશીઓમાંની એકમાં કવિએ તીર્થકરોનાં માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. અને બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં દર્શન થાય છે.
વિહરમાન વીસ જિનેશ્વરનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની