________________
(ઉપાધ્યાય યશોવિજયજીની | ગુજ્ય ભાષામાં રચનાઓ
રમણલાલ ચી. શાહ
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી, ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે. અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. રાસકૃતિઓ
શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે “જબૂસ્વામીરાસ” છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ.સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિશલાકા, | પુરષચરિત્ર'ના પરિશિષ્ટપર્વમાં આપેલી બૂસ્વામીની કથાનો આધાર લીધો | છે. આ રાસમાં કવિની પરિણત પ્રજ્ઞાના સુફલ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે.
શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ” એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં – કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ | રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ
પહોભારતી n ર૮