________________
કિરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે.
“સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિનીવિચારણા કરવામાં આવી છે. કૃતિનોઆરંભકરતાં કવિલખે છેઃ
સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત,
ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સદ્ગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે:
સિદ્ધ ઔષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ; યું મિટ જાયે મોહાર, વિષય ક્રોધ જુવર રોગ.
ક્ષમા ચંદન રસે, સિચો ચિત્ત પવિત્ત
દયાવેલ મંડપ તલે, રહો લહો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિરાત્મભાવમાથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે ઈત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છેઃ
આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મનમેલ.
ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ;
ચારપાંચ દિન ખુશ લગે, અંત ભૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીશેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે.
- પરોભારતી n પત્તર