________________
તેના બહાને કેવળ નિષ્કારણ કરુણાથી પ્રેરિત થઈ સુષુપ્ત સમાજને કેટલીક વાર સખત શબ્દપ્રહારના ચાબખા' મારી ઢંઢોળ્યો છે–જાગ્રત કર્યો છે તથા ગૃહસ્થનો ને સાધુનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજૂ કરી, સમાજને ઘેરી વળેલા કુસાધુઓ ને કુગુરુઓની નીડરપણે સખત ઝાટકણી કાઢી છે.
તેઓશ્રી શ્રી સીમંધરસ્વામીજીને સ્તવતાં વિનંતિ કરે છે કે, “હે ભગવન્! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો ! આ ભરતક્ષેત્રના લોકોએ ભગવાન જિનના અનુપમ શાસનના જે હાલહવાલ કર્યા છે, તે જોઈને મારું હૃદય ચિરાઈ જાય છે, એટલે આપની પાસે પોકાર પાડું છું. આ વર્તમાન દુઃષમ કાલના અંધશ્રદ્ધાળુ, ગાડરિયા પ્રવાહ જેવા, મતાગ્રહી, વક્ર-જડ લોકો કોઈ સાચી વાત કહે તો તે સાંભળવાને પણ તૈયાર નથી! તેને કંઈ કહેવું તેં અરણ્યમાં પોક મૂકવા જેવું છે ! એટલે મારી શાસનદાઝની વરાળ હું આપની પાસે ઠાલવું છું.
જુઓ ! કોઈ લોકો સૂત્રવિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે ને સૂત્રવિરુદ્ધ બોલી રહ્યા છે. આવા કોઈ જનો એમ કહે છે કે, “અમે ભગવાનનો માર્ગ રાખીએ છીએ-અમે છીએ તો માર્ગ ચાલે છે! આ તે હું કેમ શુદ્ધ માનું? આ લોકો ખોટા કૂડ-કપટવાળા આલંબન દેખાડી મુગ્ધ-ભોળા લોકને પતિત કરે છે ને | આજ્ઞાભંગરૂપ કાળું તિલક પોતાના કપાળે ચોડે છે!”
ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધા; એક કહે અમે મારગ રાખું, તે કેમ માનું શુદ્ધા રે.
જિનજી! વિનતડી અવધારો. આલંબન કૂડાં દેખાડી, મુગધ લોકને પાડે;
આણાભંગ તિલક તે કાળું; થાપ આપ નિલાડે રે....જિનજી.” વળી, બીજો કોઈ એમ કહે છે કે, “જેમ ઘણા લોક કરતા હોય તેમ કર્યો જવું, એમાં શી ચર્ચા કરવી ? “મહાજન ચાલે તે માર્ગ' કહ્યો છે ને તેમાં જ આપણને અર્ચાપૂજા પ્રાપ્ત થાય છે.” ત્યારે શ્રી યશોવિજયજી તેનો સણસણતો જવાબ આપે છે કે, આ જગતમાં અનાર્યોની વસ્તી કરતાં આર્ય લોકોની વસ્તી ઘણી ઓછી છે. આર્યમાં પણ જૈને થોડા છે; તે જૈનમાં પણ પરિણત જનઆત્મપરિણામી, સાચા જૈનત્વથી ભાવિતાત્મા એવા જનો થોડા છે અને તેમાં પણ શ્રમણ અર્થાત્ સાચા સાધુગુણથી સંપન્ન એવા સંતજનો થોડા છે, બાકી માથું મુંડાવ્યું છે એવા વેષધારી દ્રવ્યલિંગી સાધુઓ તો ઘણા છે અને તમે જે મહાજન
( પશોવિજયજી d ૧૨૩