________________
સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રી આનંદઘનજી જેવા મહાપુરુષ રત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂતભાવનિર્ઝર્થ આનંદઘનજીના દર્શન-સમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણો આત્મલાભ થયો, અત્યંત આત્માનંદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રી યશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે “અષ્ટપદી' રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલ્લાસથી આનંદઘનજીની મુક્તકંઠે ભારોભાર પ્રશંસા કરી છે. ત્યાં તેઓશ્રી કહે છે કે, માર્ગમાં ચાલતાં ચાલતાં આનંદઘનજી ગાતા હતા અને આનંદપૂર્ણ રહેતા હતા. એવી મસ્ત દશામાં તેઓ વિહરતા હતા, | આત્માનુભવજન્ય પરમ આનંદમય અદ્વૈત દશામાં વિલસતા હતા. આવા પરમ આત્માનંદમય યોગીશ્વરના દર્શન-સમાગમથી પોતાને આનંદ આનંદ થયો, પારસમણિના સ્પર્શથી લોઢું જેમ સોનું થાય, તેમ આનંદઘન સાથે જ્યારે
સુજશ” મળ્યો, ત્યારે હું “સુજશ” આનંદ સમો થયો અર્થાત પારસમણિસમાં | આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો. કેવી ભવ્ય ભાવાંજલિ !
મારગ ચલત ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર.” કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસ રાય સંગ ચઢી આયા; આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા.” ““આનંદઘનકે સંગ સુસહી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ; પારસ સંગ લોહા જે ફરસત, કંચન હોત હી તાકે કસ.” “એરી આજ આનંદ ભયો મેરે ! તેરી મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ; “શુદ્ધ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ. એરી.”
આ ઉપરથી અહીં એક વિચારણીય રસપ્રદ પ્રસંગે ઉપસ્થિત થાય છે કે, આવો ન્યાયનો એક ધુરંધર આચાર્ય, ષડ્રદર્શનનો સમર્થ વેત્તા, સકલ આગમરહસ્યનો જાણ, વિદ્વશિરોમણિ યશોવિજય જેવો પુરુષ, આ અનુભવયોગી આનંદઘનજીના પ્રથમ દર્શનસમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય એમ આનંદતરંગિણીમાં ઝીલે છે અને તે યોગીશ્વરની અદ્ભુત આત્માનંદમય વિતરાગ દશા દેખીને સાનંદાશ્ચર્ય અનુભવે છે ! અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું અભિમાન એકસપાટે ફગાવી દઈ, બાળક જેવી નિર્દોષ પરમ સરળતાથી કહે છે કે, “લોઢા જેવો હું આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યો !” અહો ! કેવી
યશોવિજયજી ઘ ૧૨૧ )