________________
અક્ષરશઃ ચરિતાર્થ થતી દેખાય છે, કારણ કે પોતાની એક એકથી સરસ ઉત્તમ કાવ્યમય સુકૃતિથી જયવંત એવા આ કવીશ્વર પોતાની યશકાયથી સદા જીવંત છે; યશાશ્રીના વિજયી થઈ ખરેખરા “યશોવિજય થયા છે. શબ્દનયે યથાર્થ, “યશોવિજય” એવંભૂત નયે “યશોવિજય” બન્યા છે!
આવો મહાપ્રતિભાસંપન્ન સંસ્કારસ્વામી સેંકડો વર્ષોમાં કોઈ વિરલો જ પાકે છે. પ્રખર દર્શનઅભ્યાસી પં. સુખલાલજી કહે છે તેમ “જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયમાં શંકરાચાર્ય જેવું છે.' પણ આવા સમર્થ તત્ત્વદ્રણ કાંઈ એકલા જૈન સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત ભારતના ભૂષણરૂપ છે. આ ભારતભૂમિ ધન્ય છે કે જેમાં આવા તત્ત્વદ્રષ્ટા પુરુષરત્નો પાકે છે અને આવા સંપ્રદાયથી પર, વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાત્મા કાંઈ એકલા જૈનોના જ નથી, એકલા ભારતના જ નથી, પણ સમસ્ત વિશ્વના છે.
એમનું ખરું જીવન તો આધ્યાત્મિક-આત્મપરિણતિમય આદર્શ “મુનિજીવન” છે. પોતાનો જીવનસમય તેમણે અપ્રમાદપણે યથોક્ત મુનિ ધર્મના પાલનમાં, શાસનની પ્રભાવનામાં, સક્રિયોદ્ધારમાં અને પ્રમાણભૂત એવા વિપુલ સાહિત્યસર્જનમાં સુવ્યતીત કર્યો છે. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત અને મારવાડી-એ ચારે ભાષામાં તેમણે આબાલવૃદ્ધ સર્વને ઉપયોગી એવું વિવિધવિષયી ટંકોત્કીર્ણ સાહિત્ય સર્યું છે. તેમના મુખ્ય વિષયો જાય, સમાજસુધારણા, અધ્યાત્મ, યોગ, ભક્તિ આદિ છે. એકલા ન્યાય વિષયના જ તેમણે એકસો ગ્રંથ રચ્યાથી “ન્યાયાચાર્ય પદ મળ્યાનો તેમણે પોતે જ ઉલ્લેખ કરેલો છે, તેમ જ “રહસ્ય' પદાંકિત એકસો ગ્રંથ રચવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ પણ તેમણે પોતે જ કર્યો છે. આમ હાલના ક્રિકેટના ઉત્તમ ખેલાડીઓ (Century batsman) જેમ આ સાહિત્યના ખેલાડીએ વાય-ક્રીડાંગણમાં રાદીઓ નોંધાવવાની જ વાત કરી છે ! અને સર્વત્ર પ્રમાણભૂત હોઈ ચિરસ્થાયી કીર્તિને લીધે નૉટ આઉટ (Not out) જ રહ્યા છે ! જેમ ઉત્તમ ખેલાડીના બૉલ બૉલે રસિક પ્રેક્ષકલોકો હર્ષાવેશમાં આફરીન પોકારે છે, તેમ આ સાહિત્ય-મહારથીના બોલે બોલે તત્ત્વરસિક વિદ્ધજૂજનો ધન્ય ધન્ય'ના હર્ષનાદો કરે છે ! પરમ તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ અંજલિ આપી છે કે –“યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયે કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા.”
આમ અક્ષરદેહમાં જેનો અક્ષર આત્મા પ્રતિબિંબિત થાય છે, પ્રત્યક્ષ ચૈતન્ય ચમત્કાર જણાય છે, એવા આ મહાત્માનું અધ્યાત્મ જીવન તેમની
યશોભિત