________________
ઇત્યાદિના નિર્દેશપૂર્વક એમનું ઐશ્વર્ય (ઠકુરાઈ) વર્ણવી એમને અકિંચન કહ્યા છે. એ જિનેશ્વરને સમતારૂપ પત્ની છે છતાં એઓ બ્રહ્મચારીઓમાં શિરોમણિ છે. ભવના રંગથી અને દોષના સંગથી એ જિનેશ્વર મુક્ત છે, પણ મૃગરૂપ લાંછનથી યુક્ત છે. આમ વિરોધાભાસ ઊભો કરાયો છે.
મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વનો. ચન્દરવા તરીકે ચારિત્રનો. ભીંત તરીકે સંવરનો. ગોખ તરીકે કર્મના વિવર(છિદ્ર)નો, મોતીના ઝમખા તરીકે બુદ્ધિના આઠ ગુણોનો, પંચાલી તરીકે બાર ભાવનાનો, રાણી તરીકે સમતાનો અને શવ્યા તરીકે સ્થિરતાનો ઉલ્લેખ છે. આમ આ આલંકારિક સ્તવન છે. શ્રીકુન્થનાથના સ્તવનમાં “ઉંબર ફૂલ'નો ઉલ્લેખ છે.
.:૪: વિશિષ્ટ નામ-આ ત્રીજી ચોવીસીને ચૌદ બોલની ચોવીશી કહે છે.
પરિમાણ-ત્રીજી ચોવીશીમાંનાં ઘણાંખરાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. મહાવીર-સ્તવન સાત કડીનું અને નેમિનાથ-સ્તવન નવ કડીનું છે, જ્યારે બાકીનાં બાવીસ બધાં પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદર ૧૨૬ કડી છે.
દેશી, ઢાળ અને રાગ-સ્તવન ૧,૫,૭,૧૬,૧૮,૧૯ અને ૨૧ને અંગે દેશીને ઉલ્લેખ છે. છઠ્ઠ, સત્તરમું, વીસમું અને બાવીસમું એ ચાર સ્તવનો માટે દેશીનો ઉલ્લેખ ન કરતાં “ઢાળ'નો કરાયો છે. તેમાં બાવીસમા સ્તવન માટે ઢાલ ફાગની' એમ કહ્યું છે. ચોવીસમા સ્તવન માટે દેશી કે ઢાલનો નિર્દેશ નથી, પરંતુ રાગ નામે “ધનાશ્રી'નો ઉલ્લેખ છે. ત્રેવીસમા સ્તવન માટે દેશી, ઢાલ અને રાગ પૈકી એકેનો નથી.
વૈશિષ્ટય-આ ચોવીશીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થકરને અંગે નીચે મુજબ ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છેઃ
(૧) તીર્થંકરનું નામ, (૨) એમના પિતાનું નામ, (૩) એમની માતાનું નામ, (૪) જન્મ-ભૂમિ, (૫) લાંછન, (૬) વર્ણ, (૭) દેહ-માન, (૮) સહદીક્ષિતની સંખ્યા, (૯) આયુષ્ય (૧૦) સાધુઓની સંખ્યા, (૧૧) | સાધ્વીઓની સંખ્યા, (૧૨) નિર્વાણ-ભૂમિ, (૧૩) શાસનયલનું નામ અને (૧૪) શાસન-યક્ષિણીનું નામ.
જૈન તત્ત્વાદર્શ - (પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં તીર્થંકરના નામનો બોલ' તરીકે ઉલ્લેખ ન કરતાં જે બાવન બોલ ગણાવાયા છે, તેમાં ઉપર્યુક્ત
૧ભારતી B ૧૪ .